EntertainmentIndia

દુનીયામા પીએમ મોદી નો દબદબો ! ગ્રીસ ના રાષ્ટ્રપતિ હસ્તક એવું સમ્માન મળ્યું કે જાણી ને

Spread the love

બ્રિક્સ સંમેલન પૂરું થયા બાદ દક્ષિણ આફ્રિકા થી હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદી એક દિવસ માટે ગ્રીસના પ્રવાસે પહોચ્યા હતા ત્યારે તેમનું ગ્રીસ ના રાસ્ટ્રપતિ ના હસ્તે એવું અનોખુ સન્માન મળ્યું હતું કે સાંભળીને તમારા પણ ચહેરા પર ખુશી છવાઈ જશે.વાસ્તવમાં  25 ઓગસ્ટ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસ માટે ગ્રીસ ગયા હતા જ્યાં ગ્રીસના રસ્ટ્રાપતિ કેટેરીના સાકેલારોપૌલો દ્વારા  મોદી સાહેબને ‘ ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ‘ આપવામાં આવ્યું હતું.

જે અનુસાર 1975માં સ્થપાયેલ ઓર્ડર ઓર ઓનર, ગ્રીસ નું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાય છે. આ સન્માન મળ્યા જ મોદી સાહેબ એ ગ્રીસ ના રાસ્ટ્રપતિ નો આભાર વ્યક્ત કર્યો હતો ને સાથે જ સરકારા ને ગ્રીસના નાગરિકોનો આભાર માન્યો હતો. આ અનોખુ સન્માન મળતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે આ ભારત પ્રત્યે ગ્રીસના લોકોનો આદર દર્શાવે છે. આ સાથે જ નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ કે ગ્રેડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ‘ સન્માન ની માટે રાસ્ટ્રપતિ , ગ્રીસ ની સરાકર અને લોકોનો ધન્યવાદ કરું છું.

આ ગ્રીસના લોકોનો ભારત ના પ્રત્યે ભાવ દર્શાવે છે. મોદી સાહેબ એ કહ્યું કે બંને દેશો ની વચ્ચે ઐતિહાસિક સાબંધ છે. આજે સામાન્ય  જરૂરિયાત અનુસાર આપણે ડિફેન્સ, સિકયોરિટી, ઇંફાસ્ટ્રક્ચર, એજ્યુકેશન અને સ્કિલ ડેવલોપમેન્ટ જેવા મુખ્ય સેક્ટર્સ ની સાથે કામ કરી શકીએ છીએ. બંને દેશોની વચ્ચે એનએસએ લેવલ ની વાતચીત શરૂ થશે. એથેંસ પહોચેલા પીએમ મોદી ને ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

અહી  એરપોર્ટ પર વિદેશ મંત્રી જોર્જ જેરાપેટ્રિટિસ એ તેમણે રિસી કર્યા હતા, ત્યાં જ એરપોર્ટ ની બહાર ભારતીય લોકોએ ઢોલ નગારા ની સાથે તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. ત્યાર પછી તેમણે ‘ ટોમ્બ ઓફ અનનોન સોલ્જર ‘ પર સૈનિકો ને શર્દ્ધાંજલી આપી. ભારતીય સમુદાય ના મોદી ને ગ્રીસ નો પારંપારિક મુગુટ પણ પહેરાવવામાં આવ્યો હતો જેને હેડ્રેસ કહેવામા આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગ્રીસ બહુ જ સમયથી ભારત ના બ્રાંહોસ કૃજ મિસાઇલ ને ખરીદવાની દિલચસ્પી દેખાવી રહ્યા છે. એવામાં પીએમ મોદી ના આ પ્રવાસ થી ગ્રીસ ને બ્રાંહોસ મિસાઇલ મળવાની ડીલ હોય શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *