આલિયા ના અફેર નું લિસ્ટ આવ્યું સામે ! ત્રણ અભિનેતા ને ડેટ કર્યા બાદ બની કપૂર ખાનદાન ની પુત્રવધુ,,જાણો દિગ્જ્જો ના નામ.
બોલીવુડના સુપરસ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર ના હાલમાં લગ્નના થોડા મહિનાઓમાં માતા-પિતા બની ચૂક્યા છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ એવા હોય છે કે જેના લગ્ન પહેલા અનેક અફેરના કિસ્સા અથવા તો ડેટ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આજે અમે તમને આલિયા ભટ્ટ ના આવા જ કંઈક કિસ્સાઓ જણાવીશું. આલિયા ભટ્ટે રણવીર કપૂર સાથે ૧૪ એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
આ લગ્ન પહેલા આલિયા ભટ્ટ ત્રણ વ્યક્તિઓને ડેટ કરી ચૂકી છે તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ સામેલ થાય છે. આ લિસ્ટમાં પહેલું નામ છે અલી દાદરકરનું જ્યારે આલિયાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તેનું નામ સૌથી પહેલા અલી દાદરકર સાથે જોડાયું હતું. આલિયા અને અલી દાદરકર બાળપણના ખૂબ સારા મિત્રો છે અને તે બંને તેમના સ્કૂલના દિવસોથી જ સાથે છે. અને કહેવાય છે કે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર કરતી વખતે બંને રિલેશનશીપમાં હતા.
આ ફિલ્મમાં આલિયાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હતો અને ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઘણી નિકટતા જોવા મળી હતી. અલીને આ વાત પસંદ ન આવી અને તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ઝઘડો કર્યો અને તે પછી તેમના સંબંધો તૂટી ગયા.અલી દાદરકર સાથેના બ્રેકઅપ પછી આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધોના સમાચાર આવ્યા.
કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર આ દરમિયાન, બંને વચ્ચે ઘણી નિકટતા હતી અને બંને સારા મિત્રો બની ગયા હતા, પરંતુ મિત્રતાનો આ સંબંધ એ દિવસે પ્રેમમાં બદલાઈ ગયો જ્યારે આલિયા અને સિદ્ધાર્થ કપૂર એન્ડ સન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન, બંને પ્રેમમાં પડ્યા અને લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, જોકે આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા.
બંનેએ તેમના બ્રેકઅપ વિશે જાહેરમાં વાત પણ કરી હતી.સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બ્રેકઅપ અને રણબીર કપૂર સાથેની નિકટતા વધ્યા બાદ આલિયા હાઈક મેસેન્જરના ફાઉન્ડર કેવિન મિત્તલ સાથે પણ જોડાઈ હતી. આમ આલિયા ભટ્ટ આ લોકો ને લગ્ન પહેલા ડેટ કરી ચુકી છે. તો તેના પતિ રણબીર કપૂર પણ અનેક અભિનેત્રીઓ ને ડેટ કરી ચુક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!