ગાંડી ગીરમાં વસતા માલધારી પરિવારે કંકોત્રીમાં એવી હેતભરી ટકોર લખાવી કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, જાણૉ શું લખ્યું.
હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કંકોત્રીઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ પ્રેરણાત્મક અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કંકોત્રી ફેસબુક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, આ કંકોત્રીમાં લખવામાં આવેલ સંદેશ વાંચીને તમે પણ વખાણ કરશો. કારણ કે લગ્નની કંકોત્રીમાં સૌ કોઈ અલગ પ્રકારના ટહુકા અને સંદેશ લખવામાં આવે છે પરંતુ આ કંકોત્રીમાં તો સૌ આમંત્રિત મહેમાનોને ખાસ કરીને હેતભરી ટકોટ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ કંકોત્રી ગીરના નેહની છે. તમને જણાવી દઈએ કે કાણેક નેસમાં રહેતા બોરસરિયા પરિવારના પુત્ર અને પુત્રીના લગ્ન નેસમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ રાખેલ છે. આપણે જાણીએ છે કે ગાંડી ગીર એ પ્રકૃતિનોનો ખોળો છે, જ્યાં વનરાવનનો રાજા સાવજ નિવાસ કરે છે, આ ગીરના આંગણે જ્યારે લગ્નનો પ્રસંગ યોજાઈ રહ્યો છે, ત્યારે ગીરના જંગલ અને વન્યજીવોને કંઈપણ ખલેલ ન પહોંચે તે માટે આ લગ્નની કંકોત્રીમાં ખાસ એક અપીલ કરવામાં આવી છે, ગીરના જંગલ અને વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે છે.
ખરેખર ગીરના નેસમાં વસતા લોકોની મહેમાનગતિ તો સ્વર્ગથી પણ રળિયામણી લાગે અને તેમનો પ્રેમ અને આવકાર તો અખૂટ દરિયાના તોલે પણ ન આવે. નેસમાં લગ્નનું આમંત્રણ સૌ મહેમાનો આપ્યું પરંતુ સાથોસાથ ગીર અને વન્યજીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોચે તેંનું ખાસ ધ્યાન રાખ્યું છે, તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ લગ્ન પ્રદુષણમુક્ત હશે જેથી લગ્નમાં ક્યાંય પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટિકના ગ્લાસ કે પ્લાસ્ટિકના કપ પણ નહીં હોય, બધુ જ સ્ટીલનુ વાસણ હશે. બધા લોકો પાણી ઊંચેથી પીવે એટલે પાણીના લોટા હશે, પણ પ્લાસ્ટિક નહીં હોય. માલધારી પરિવારના આ લગ્ન ખરેખર આજના સમયમાં સૌ માટે એક પ્રેરણા લેવા સમાન છે.
આ લગ્નની કંકોત્રીમાંઆમંત્રિત મહેમાનો હેતભરી ટકોર માં લખ્યું છે કે, ગીર જંગલના વાતાવરણને પ્રદૂષણથી મુકત રાખવા માટે આપને આ હેતભરી ભલામણ કરીએ છીએ. આપ અમારા માનવંતા મહેમાનો છો, છતાં પણ ગીર જંગલના નિયમો અનુસાર. (૧) ગીર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ફેંકશો નહીં. (૨) વન્ય પશુઓને જોવા માટે આગ્રહ રાખશો નહીં. જંગલના રસ્તામાં વાહન ઊભું રાખવું નહીં કે હોર્નનો ઉપયોગ કરવો નહિ. વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારના ખોરાક આપશો નહિ, રંજાડ કરશો નહીં તેમજ ફોટો-વિડિયો લેશો નહી. (૩) લગ્નમાં આવાગમન માટે સવારે સૂર્યોદય થી સાંજે સૂર્યાસ્ત સુધીનો સમય જ પસંદ કરશો. રાત્રે આવાગમન બંધ હોય છે. (૪) પર્યાવરણને શુદ્ધ રાખવા માતૃ સ્વરૂપ ગીર, સિંહ અને નેસની સંસ્કૃતિ સહિત વન્ય સંપત્તિનું રક્ષણ ક૨વું એ આપણી નૈતિક ફરજ છે.