India

માતા એ મમતા નો સાગર છલકાયો સાથે પોતાની ફરજ પણ અદા કરી. જુઓ આ અદભુત વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડીયો એવા હોય છે કે આખી ઝીંદગીનો સારાંશ જણાવી દે છે. હમણાં જ મધર્સ ડે ગયો તેની ઉજવણી રૂપે ઘણા બધા લોકો એ ”માં” ના સ્ટેટ્સ મૂકી માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. હાલમાં એક સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કહેવાય છે ને ”માં” તે માં. માતા તેના પરિવાર માટે અને તેના બાળક માટે દુનિયા ની કોઈ પણ બાબતો માટે લડી શકે છે. માં નું મૂલ્ય ભગવાન બરાબર ગણવામાં આવે છે. માં નો એક વિડીયો હાલ ખુબ જ વાયરલ છે જેને જોઈ ને માં નું મૂલ્ય સમજી શકાય છે. માં પોતાના બાળક માટે શું કરી શકે તે આ વિડીયો માં જોઈ શકાય છે.

વિડીયો માં એક સ્કૂલ માં એક શિક્ષિકા ક્લાસ માં સ્ટુડન્ટો ને ભણાવી રહી છે. અને સાથે સાથે તે પોતાના બાળક ની સંભાળ રાખી રહી છે. વીડિયો માં જોઈ શકાય છે કે સ્કૂલ શિક્ષિકા એક નાના બાળક ને તેડીને પોતાના વિદ્યાર્થી ને ભણાવી રહી છે. તે એક સાથે બે જવાબદારી નિભાવી રહી છે એક માં ની અને બીજી ગુરુ ની આ તો એક માં જ કરી શકે.

આ વિડયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સફરની મુશ્કેલીઓ મંઝિલ ની સુંદરતા જણાવે છે’. આ વિડીયો ઘણું બધું કહી જાય છે એક માતા ની હિમ્મત ને સલામ છે. વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો માં વિશે વિડીયો જોઈ કોમેન્ટ પણ કરતા જોવા મળે છે. જુઓ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *