Gujarat

ગાંધીનગર માં તરછોડાયેલ ”શિવાંશ” ને મળ્યા નવા માતા-પિતા, નવું સરનામું, નવું ઘર, જાણો કોણ બન્યું શિવાંશ ના માતા-પિતા.

Spread the love

ગુજરાત મા થોડા સમય પહેલા એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. આખા રાજ્ય માં આ કેસ ખુબ જ ચર્ચિત બન્યો હતો. શિવાંશ નામનો માસુમ બાળક કે જેને તેના પિતા દ્વારા તરછોડી મુકવામાં આવ્યો હતો. જે બાબતે આખા ગુજરાત માં ચર્ચા નો વિષય બન્યો હતો. ગાંધીનગર જિલ્લા માં 8-ઓક્ટોમ્બર 2021 ના રાત્રે પેથાપુર ગૌશાળા ના દરવાજા પાસે એક વર્ષ ના માસુમ બાળક ને તરછોડવામાં આવ્યું હતું.

વધુ તપસ હાથ ધરવામાં આવતા તેના પિતા એ જ તેના બાળક ને મૂકી ગયા હતા. બાદ માં પોલીસ એ આ બાળક ના પરિવાર ને શોધવા માટે સોશિયલ મીડિયા નો સહારો લીધો હતો. અને 48 કલાક માં જ બધી વિગતો સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું કે બાળક ના પિતા એ બાળક ની માતા નું ખૂન કરી નાખીને તેના બાળક ને ગાંધીનગર ગૌશાળા પાસે મૂકી ગયો હતો. આ આખી ઘટના સામે આવી હતી.

બાળક ને તાત્કાલિક ના ધોરણે બાલ સંભાળ ગૃહ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. બાદ માં તેના પીતા ને જેલ ની સજા થઈ અને બાળક ના દાદા એ બાળક ને રાખવાની ના પાડી દીધી હતી. બાદ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી દ્વારા બાળક ને દત્તક લેવા ની કામગીરી શરુ કરવામાં આવી હતી. અને હવે શિવાંશ ને તેના નવા માતા-પિતા મળી ગયા છે. મધ્ય ગુજરાત માં રહેતા એક દંપતી દ્વારા શિવાંશ ને દત્તક લેવામાં આવ્યો છે.

દંપતી ને હાલ માં માત્ર એક દીકરી જ છે અને આર્થિક રીતે સદ્ધર પણ છે જેને શિવાંશ ને દત્તક લેવા માટે 3 વર્ષ પહેલા અરજી કરી હતી. જેને મંજૂરી મળ્યા બાદ શિવાંશ ને નવા માતા-પિતા નવું ઘર અને નવું સરનામું, નવું નામ મળી ગયું છે. શિવાંશ ને નવું સરનામું મળતા હવે શિવાંશ નું ભવિષ્ય પણ ઉજળું બનશો. શિવાંશ ના નવા માતા-પિતા ની પણ આખરે દીકરા ની ઈચ્છા પુરી થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *