2018 માં ઇન્ટરનેશન બાઈક રાઇડર અસબાક મોનના મોત નું રહસ્ય 2020 માં ઉજાગર થયું તેની હત્યા તેની જ પત્ની અને તેના ……
એક ઇન્ટરનૅશનલ બાઈક રાઇડર અસબાક મોંનના મૃત્યુ ની ઘટના સામે આવી હતી. તેના મોત પછી એક ચોંકાવનારી હૃતિકત સામે આવી છે. તેના મોત ની પાછળ તેની જ પત્ની સુમેરા નો હાથ હતો. તેની હત્યા નું કારણ જાણી ને તમે લોકો પણ ચોંકી ઉઠશો. અસબાક મોનના હત્યા તેની પત્ની ના ઈશારે તેના જ બે મિત્રો એ કરી નાખી હતી. 2018 માં અસબાક મોનનું મૃત્યુ થયું હતું બાદ માં તેની ફાઈલ પણ ક્લોસ કરી દેવામાં આવી હતી.
પણ 2020 માં એસ.પી. અજયસિંહે ફાઈલ ને ફરી થી ઓપન કરી છે. તેની હિસ્ટ્રી ખુલતા ઘણા બધા ખુલાસા સામે આવ્યા છે. તે જાણી ને બધા લોકો ચોંકી ઉઠ્યા છે. આ કેસ રિઓપન થતા પોલીસ ને કેસ બંધ કરવા 50 લાખ રૂપિયા ની ઓફર પણ કરવામાં આવી હતી. પોલીસે તે લોકો ના ઝાંસા માં આવ્યા વગર તપાસ હાથ ધરી હતી. કેસ સોલ્વ કરવામાં અજયસિંહ એસ.પી., ઇન્સ્પેક્ટર કાન્તાસિંહ, અને સાયબર પ્રભારી ભીમરાવે મહત્વ નો ભાગ ભજવ્યો હતો.
2020 માં કેસ રિઓપન કરતા પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ પર થી જાણવા મળ્યું કે મૃતક ના પેટ માં અડધું પચેલું જમવાનું મળ્યું હતું તથા તેના ગળા ના ભાગે અને કમરના ભાગે ગંભીર ઇજાઓ હતી. તેનાથી સાબિત થયું કે તેનું મૃત્યુ ભૂખ કે તરસ ને કારણે થયું ન હતું. કેસ રિઓપન થતા તેના ભાઈ અને માતા ને પણ શંકાઓ હતી. વધુ માં જાણવા મળ્યું કે, પતિ ના મૃત્યુ પછી તેની પત્ની ની તેના પતિ ના દોસ્તારો સાથે લાંબી વાતો કરતી હતી જે તેના કોલરેકોર્ડ પર થી જાણવા મળ્યું.
2020 માં જેસલમેર માં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમાં પત્ની પરવેઝ અને મૃતક ના પતિ ના ત્રણ મિત્રો સંજય,વિશ્વાસ અને સાબિક નિ સામે મેરિટલ અફેર, સંપત્તિ હડપી લેવા, આડાસંબધો જેવા કેસ નોંધવામાં આવ્યા હતા. 2021 માં તેના મિત્રો સંજય અને વિશ્વાસ ને કર્ણાટક થી પકડવામાં આવ્યા હતા અને બને એ હત્યા કર્યા ની વાત સ્વીકારી હતી. અને મૃતક ની પત્ની નો પણ ઉલ્લ્લેખ કર્યો હતો.પોલીસ થી બચવા 20 વાર સિમ કાર્ડ બદલ્યા હતા.
બાદ માં માહિતી મળી હતી કે મૃતક ની પત્ની મેંગ્લોર મા છે તેને પકડવા રાજસ્થાન ની ટિમ અને બેંગ્લોર ના સંજયનગર પોલીસ સ્ટેશન ની ટિમ ગઈ હતી. મેંગ્લોર માં મૃતક ની પત્ની એક ફ્લેટ માંથી પકડાય હતી. સુમેરા ફ્લેટ માં સોહેલ ની સાથે ઝડપાય હતી. બાદ સુમેરા ની ધરપકડ કરી તેને જેસલમેર લાવવામાં આવી હતી અને ખૂન કઈ રીતે કર્યું તેની તપાસ હાથ ધરી હતી.