સસરા,પતિ અને દિયર ની હેવાનિયત કેમેરા માં થઇ કેદ. પત્ની ના ઘરવાળા ની હાજરી માં જ કર્યો જાનલેવા હુમલો..જુઓ વિડીયો.
આપણા સમાજમાં મહિલાઓ પર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજ મા મહિલાઓ પર ખાસ કરીને દહેજ બાબતે પ્રેશર કરવામાં આવતું હોય છે. અને જો દહેજ ન આપવામાં આવે તો અનેક મહિલાને સાસરીયા વાળાના ઘરના સભ્યો દ્વારા જ ઢોર રીતે મારવામાં આવતો હોય છે. એવો જ એક કિસ્સો હાલ ઉત્તરપ્રદેશ નોઈડા થી સામે આવેલો છે. જેમાં એક પરણીત મહિલાને તેના સસરા તેના પતિ અને તેના દિયર દ્વારા ખોફનાક રીતે માર મારવામાં આવ્યો હતો.
આ આખી ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતી પરિણીત મહિલા ના લગ્ન 2018 માં બિહારના મુઝ્ઝફર નગરના રહેવાસી વિવેકકુમાર સાથે થયા હતા. પત્ની લગ્ન બાદ નોઈડામાં તેના પતિ સાથે રહેતી હતી. મહિલા એ જણાવ્યુ છે કે તેના પતિ અને ઘરના અન્ય સભ્યો દ્વારા લગ્ન બાદ સતત ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો. અને સાસરિયાવાળા મહિલાને ઢોર માર પણ ઘણીવાર મારતા હતા.
આ ઘટના 10 ઓગસ્ટની સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે 10 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના કારણે મહિલાના મોટાભાઈ, તેની બહેન અને તેની માતા નોઈડામાં દીકરીના ઘરે આવ્યા હતા. આ સમય દરમિયાન મહિલા ના સસરા એ કોઈ બાબતે મહિલા ની સામે દલીલો કરવાનો શરૂ કરી દીધું હતું. આ દલીલો એટલી વધી ગઈ કે ઘડીક વારમાં તો સસરા, પતિ અને દિયર ત્રણેય મહિલા ઉપર તૂટી પડ્યા હતા. મહિલાનો ભાઈ તેની બહેન અને માતા પણ ઘરમાં હાજર હતા. છતાં પણ મહિલાને આવી રીતે પતિ, સસરા અને દિયર દ્વારા ઢોર મારવામાં આવી રહ્યો હતો..જુઓ વિડીયો.
Shocking incident reported from #Noida. Father-in-law thrashes woman in posh #CleoCounty society in front of husband, mother and brother. Hope #NoidaPolice is taking appropriate action.#Stopatrocitiesagainstwoman pic.twitter.com/X2FdGM9QCA
— Aman Dwivedi (@amandwivedi48) August 14, 2022
મહિલા પર હુમલા દરમિયાન પરિણીત મહિલાના ભાઈ સ્મિતશાહી, બહેન સ્મિતા કશ્યપ અને માતા સુષ્મા સિંહા ઘરમાં જ હાજર હતા. ભાઈ અને બહેન તથા માતા પોતાની દીકરીને બચાવવા જતાં સસરાએ અને પતિ દ્વારા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બાદ પીડિત મહિલાએ પોલીસ સ્ટેશન ફેસ ત્રણમાં ઘરવાળા સામે ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે વિડીયો ના આધારે પતિ વિવેકકુમાર, ભાઈ વિકાસ કુમાર અને સસરા નવલ કિશોર વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું કે ત્રણ આરોપી હજુ ફરાર છે. આ આખી ઘટના ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 121 ની ઓફ કાઉન્ટી સોસાયટીમાં બની હતી. પત્નીનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી તેના સાસરિયાવાળા દ્વારા તેના ઉપર ઘણો બધો ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ તેના પતિ અને તેના ભાઈ દ્વારા તેનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!