Gujarat

વડોદરા- 10-12 લોકો એ 23-વર્ષીય યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું. હુમલો કરનાર બીજું કોઈ નહિ પણ..

Spread the love

ગુજરાતમાંથી રોજબરોજ ખૂન ખરાબા હત્યાના કેસો સામે આવતા જ રહે છે. આજકાલ લોકોમાંથી પોલીસનો ડર ઉડી ગયો હોય તેમ એકબીજાને હત્યા કરી નાખતા હોય છે. ક્યારેક જૂની અદાવતમાં તો ક્યારેક પૈસા ની લેતી દેતીમાં આવા અનેક કારણોસર લોકો એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. ફરી એવો એક કેસ વડોદરામાંથી સામે આવ્યો છે. જેમાં નિલેશ રાજપૂત નામના યુવાન ઉપર 10 થી 12 લોકોએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

અને તેનું મૃત્યુ નીપજાવી દીધું હતું. વધુ વિગતે જાણી તો, વડોદરા ના ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે રાત્રિના સમયે જૂની અદાવતમાં 10 થી 12 લોકોએ નિલેશ રાજપુત કે જેની ઉંમર 23 વર્ષ હતી. તેની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મૃત્યુ નીપજાવી દીધું હતું. જાણવા મળ્યું કે તો તેમાં નો એક યુવક દંતેશ્વર વિસ્તારમાં રહે છે. અને તેમનું નામ દાઢી છે. જેને ત્રણ ચાર છોકરાઓ છે.

તે લોકોએ નિતેશ ની હત્યાનું કાવતરું કર્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવેલી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને નિતેશ ને હોસ્પિટલ લઈ જવામાં આવીયો હતો. પરંતુ હોસ્પિટલ લઈ જાય તે અગાઉ જ નિતેશ રાજપુત નું મૃત્યુ થઈ ગયું હતું. નિતેશ રાજપૂતના ભાઈએ આ બાબતે સામેલના લોકો તરફ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બાબતે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યું કે નિતેશ રાજપુતના આખા શરીરના ભાગે પાંચ થી છ ઘા તીક્ષણ હથિયારો વડે મારેલા હતા. નીતેશ રાજપુત એકલો હોય તે તે લોકોનો મુકાબલો કરવા સક્ષમ ન હતો. આથી તેનું મૃત્યુ નીપજી ગયું હતું. પોલીસે નિતેશ રાજપુતના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આમ આ અત્યા ના બનાવને લઈને આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *