ધ્રુજાવી દેતો વિડીયો ! પંચર ની દુકાન પર ઉભેલ આ લોકો મરતા મરતા બચ્યા..ઘટના જોઈ ને ધ્રુજી ઉઠશે..જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવ નવા વિડીયો વાયરલ થતા હોય છે. આપણા ભારતમાં ઘણા લોકો એવા છે કે, જે લોકો ગેરકાયદેસર રીતે દુકાનો અથવા તો ઘર નું બાંધકામ કરતા હોય છે. ક્યારેક રોડ રસ્તા પર ગેરકાયદેસર રીતે સરકાર ની પરમિશન વગર જ દુકાનો ખોલી નાખતા હોય છે. પરંતુ ક્યારેક ત્યાં તેવી દુકાનો પર મોટી-મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. એવો જ એક વિડીયો હાલ રાજસ્થાનના જેસલમેર થી સામે આવ્યો છે.
જેસલમેરથી આ વીડિયો સામે આવેલ તેમાં જોઈ શકાય છે કે, એક પંચરની દુકાન ગેરકાયદેસર રીતે બનાવેલી હોય છે. જાણવા મળ્યું કે આ દુકાન ગેરકાયદેસર રીતે બનાવેલી હતી. ત્યાં નીચે એક નાળુ પસાર થતું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પંચર ની દુકાન પર ટાયરો નો મોટો ખડકલો થયેલો છે. અને એક યુવાન એક ગાડીનું પંચર કરી રહ્યો છે.
આ સાથે તેની બાજુમાં ચારથી પાંચ લોકો વાતો કરવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે. જોતા જોતા માં થયું એવું કે, અચાનક પંચર ની દુકાન ની જમીન પગની નીચેથી ખસકી જાય છે. જમીન ખસકી જતા અચાનક પહેલા પાંચ લોકો નીચે ખાડામાં પડી જાય છે. ખાડો એટલો મોટો હોય છે કે, તે પાંચેય લોકો તેની અંદર સમાઈ જાય છે. અને પંચર કરી રહેલી બાઈક પણ તે ખાડામાં પડી જાય છે. પરંતુ નીચેથી જે નાળું પસાર થઈ રહ્યું હતું તે સુકાઈ ગયેલું હતું . તેથી લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી..જુઓ વિડીયો.
જાણવા મળ્યું કે આ પંચરની દુકાન ગેરકાયદેસર રીતે ચાલતી હતી. પરંતુ ઘટનાનો ભોગ બનનાર લોકોએ પણ જણાવ્યું કે આ રોડ રસ્તા નું કામકાજ છેલ્લી ક્વોલિટી ના માલ સામાનથી થયેલ હોવાથી તે જમીન ખિસકી ગઈ હતી. અને તે લોકો ઘટનાનો ભોગ બન્યા હતા. આ વિડીયો જોઈને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સરકાર તરફ પણ રોડ રસ્તા સારા બનાવવા માટેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો પંચરની ગેરકાયદેસર દુકાન ખોલીને ધંધો કરનાર સામે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!