‘લતા મંગેશકર’ ના ગીત પર ડાન્સ કરનાર આ પાકિસ્તાની રૂપસુંદરી ની તસ્વીર આવી સામે,,જુઓ તસ્વીર.
સોશિયલ મીડિયા ઉપર આજકાલ યુવાનોને ફેમસ થવા માટેનું કોઈ અનોખો ક્રેઝ જામી ચૂક્યો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક પાકિસ્તાનની યુવતીનો એક ડાન્સ નો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જે યુવતી બતાય છે તે પાકિસ્તાની છે પરંતુ તેને ભારતના મહાન ગાયક કલાકાર એવા લતા મંગેશકર ના ગીત મેરા દિલ હે પુકારે આજા ઉપર એવો ડાન્સ કર્યો કે જેને જોઈને આખુ સોશિયલ મીડિયા હાલી ગયું હતું.
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. આમાં જોવા મળતી યુવતી કે જે પાકિસ્તાનની રહેવાસી છે આ યુવતી તે કોણ છે અને તે શું કામ કરે છે તેની વિગતે વાત હાલ સામે આવી છે. તો વિગતે વાત કરીએ તો લતા મંગેશકર ના ગીત ઉપર ડાન્સ કરેલ આ યુવતી તેનું નામ આયેશા છે. તે પાકિસ્તાન દેશના લાહોરની રહેવાસી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યુવતી એ એક વેડિંગ ફંક્શન માં આ ડાન્સ કર્યો હતો. આ યુવતી લાહોરની સોશિયલ મીડિયા ની ઇન્ફ્લુએન્સર છે અને તે પોતાના જીવનમાં મોડેલ બનવા માંગે છે. આ યુવતી ની વાત કરવામાં આવે તો તે પોતાના instagram એકાઉન્ટ ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. આયેશા ના instagram ઉપર ત્રણ લાખ કરતા પણ વધુ ફોલોવર્સ છે તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અવનવા ફોટા અને વિડીયો શેર કરતી હોય છે.
તેને આ વિડીયો જ્યારે મુક્યો ત્યારથી તેને દસ લાખથી પણ વધુ લોકોએ જોઈને લાઈક કરી લીધો હતો. યુવતી તે પોતાના ડાન્સ નો વિડીયો instagram ઉપર મેક્યો અને કેપ્શન માં લખ્યું હતું કે હું મારી જાતને પ્રેમ કરું છું અને શું તમે જાણો છો કે મને બીજાના અભિપ્રાયની બિલકુલ પરવા નથી એટલા માટે ખોટી કોમેન્ટ ન કરો. આમ આ યુવતીએ જે ડાન્સ નો વિડીયો મુક્યો તે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!