મોરબી ની હોસ્પિટલ માં થયો લાશો નો ઢગલો આખુંય હોસ્પિટલ મરણચીસો થી ગુંજી ઉઠ્યું જુઓ કરુણ દ્રશ્યો.
ગઈકાલ સાંજના રોજ આપણા ગુજરાતમાં એક ગોઝારો દિવસ સામે આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાય હતી. આ પુલ અચાનક તૂટી પડતા તેના ઉપર રહેલા 400 જેટલા લોકો પાણીમાં ડૂબિયાના સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર મળતાની સાથે જ કચ્છ અને રાજકોટ થી તરવૈયાની ટીમો સાથે સાત ફાયર બ્રિગેડની ગાડી એક એસડીઆરએફની ટીમ રવાના થઈ હતી અને સાથે ગાંધીનગરથી પણ એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી હતી.
આ દુર્ઘટના રવિવારના સાંજના રોજ સર્જાઈ હતી જેમાં રવિવારની મજા માણી રહેલા મોરબી વાસીઓમાં આ દુઃખદ ઘટના બની હતી. આ ઘટના બનતા ની સાથે જ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાશો નો ઢગલો થઈ ગયો હતો તો એક બાજુ ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર માટે ખાટલાઓ પણ ખુટી ગયા હતા.
મોરબીમાં ની સિવિલ હોસ્પિટલ સુધી પ્રાઇવેટ વાહાનોની સાથે સરકારી એમ્બ્યુલન્સની લાઈન લાગવા લાગી હતી. આ દુર્ઘટનામાં 25 બાળકો સહિત 91 લોકો મોતને ભેટીયા હતા અને અનેક લોકોની હાલત ગંભીર થવા પામેલી છે. આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
સાથોસાથ કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને બે બે લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્ત લોકોને પચાસ પચાસ હજાર રૂપિયાના સહાયની જાહેરાત કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકો ની સારવાર માટે મોટી ભીડ લાગી હતી અને લોકોના પરિવારજનો ત્યાં આવી આવીને રડી રહ્યા હતા, તો એક બાજુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો. આમ દિવાળીના વેકેશનની મજા માણી રહેલા પરિવારજનો ના ઘરમાં મોતનો માતમ ફરી વળ્યો હતો અને આખું હોસ્પિટલ મરણ ચીજો થી ગુંજી ઉઠ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!