આકાશ માથી સીધુ પ્લેન નીચે ખાબક્યું ?? જાણો હકીકત જુઓ સોસીયલ મીડીઆ પર વિડીઓ થયો વાયરલ…
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે/ ક્યારેક એવા એવા ભયંકર વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો જોઈને ચોકી ઉઠતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ આકાશમાં એક પ્લેન ઉડી રહ્યું હોય છે. અચાનક થાય છે એવું કે પ્લેન અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેસે છે.
અને સંતુલન ગુમાવી બેસતા વિડીયો જોવા વાળા લોકોને એમ જ થાય છે કે પ્લેન હમણાં આકાશમાંથી સીધું જમીન ઉપર પડીને ક્રેશ થઈ જશે અને ભારે નુકસાન થઈ પડશે. પરંતુ વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળે છે. ખરેખર આકાશમાં ઉડે રહેલું પ્લેન કોઈ સાચું પ્લેન ન હતું. તેને એક રિમોટ કંટ્રોલથી કંટ્રોલ કરવામાં આવી રહ્યું હતું. એટલે કે આ એક રમકડા નુ પ્લેન હતું.
પરંતુ જોવા વાળા ને તો આ પ્લેન ખરેખર સાચું હોય તેવી અનુભૂતિ થાય છે. એક અગાસી ઉપર ત્રણથી ચાર યુવકો આ પ્લેનને રીમોટથી કંટ્રોલ કરી રહ્યા હોય છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે તેમ પ્લેન યુવકો પાસે પહોંચે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ પ્લેન કોઈ સાચું નહીં પરંતુ રમકડાનું હતું. લોકોને આ વિડીયો પહેલી નજરમાં જોતા તો એમ જ લાગે કે આકાશમાંથી આવતું પ્લેન ખરેખર જમીન ઉપર પડે ને ક્રશ થવા જઈ રહ્યું છે.
View this post on Instagram
પરંતુ વીડિયોમાં કંઈક અલગ જ બને છે. વાસ્તવમાં આકાશમાં ઉડતા આ પ્લેનને એક છોકરો રિમોટથી કંટ્રોલ કરી રહ્યો હતો. અંતે તમે જોશો કે તે જ્યાં ઊભો હતો ત્યાં પ્લેન પડે છે અને છોકરો તેને બંને હાથે પકડી લે છે. આ વીડિયો videonation.teb નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!