મોગલમા ના એક દિવાની તાકાત દંપતીની તકલીફ થઈ દૂર ઘટના જાણી બાપુએ કહ્યું કે માતાજી પર…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર પૃથ્વી ઈશ્વર ની છે અને તેમના દ્વારા જ સમગ્ર પૃથ્વી નું સંચાલન થાય છે આપણે સૌ તે પરમાત્મા પર અતૂટ વિશ્વાસ રાખીએ છિએ જ્યારે પણ આપણે કોઈ મુશ્કેલી માં હોઈએ કે પછી કોઈ ખુશી નો માહોલ હોઈ ત્યારે આપણે સૌ પ્રથમ ભગવાન ને જ યાદ કરીએ છિએ. ભગવાન પણ પોતાના ભક્તો ની વહારે આવે છે.
સાચા મને ઈશ્વર ને યાદ કરનાર વ્યક્તિ ની ભક્તિ ક્યારે વ્યર્થ જતી નથી. આવો જ એક શ્રદ્ધા અને ભક્તિ નો બનાવ સામે આવ્યો છે જેમા માં મોગલ પર વિશ્વ અને માતાજી ના નામના માત્ર એક દિવા ની તાકાત શું છે તેના વિશે ખ્યાલ આવે છે તો ચાલો આપણે શ્રદ્ધા ના આ બનાવ વિશે વધુ માહિતી મેળવીએ.
મળતી મહિતો અનુસાર આ બનાવ એક દંપતિ નો છે કે જ્યાં એક મહિલા ના પતિનું સોના નું કડુ ખોવાઈ ગયું હતું જે બાદ પરિવાર દ્વારા અનેક જગ્યાએ ગોતવા છતા કડુ ના મળતા પરિવાર ના લોકો હેરાન થઈ ગયા અને અંતે મહિલાએ માં મોગલ ને દિવો કરી કડુ મળી જાય તેવી માનતા કરી અને માત્ર કલાક માં જ કડુ મળી ગયું.
માનતા પૂરી થતાં મહિલા મોગલ માં ના મંદિરે 2100 રૂપિયા માં ના ચરણો માં અર્પણ કરવાના ઇરાદે મણીધર બાપુને આપ્યા ત્યારે બાપુએ પૈસા લઇ તેમાં એક રૂપિયો ઉમેરી દંપતિ ને પરત કર્યા અને કહ્યું કે આ બધું માતાજી નું જ આપેલ છે તમારું કડુ મળ્યું એ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારી શ્રદ્ધા છે માં મોગલ પર્ હંમેશા શ્રદ્ધા રાખજો અંધશ્રધ્ધા નહીં.