હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કઈ રીતે કરે છે સચોટ આગાહીઓ? જાણો તેના જીવન ની રસપ્રદ કહાની…
ગુજરાત માં હવામાન ની આગાહીઓ કરવામાં સૌથી મોખરતું નામ હોય તો તે છે અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલ ગુજરાત માં થતા હવામાન ના દરેક ફેરફાર ની પહેલાથી જ આગાહીઓ કરી આપે છે. શું તમે લોકો જાણો છો કે અંબાલાલ પટેલ ક્યાં રહે છે. તેના ઘર માં કોણ કોણ છે? તે આ આગાહીઓ ક્યારથી કરે છે?
અંબાલાલ પટેલ નો જન્મ 1-સપ્ટેમ્બર 1947 ના રોજ અમદાવાદ જિલ્લા ના એક ગામ રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલે આણંદ માં બી.એસ કોલેજ ઓફ એગ્રિકલચર માંથી બી.એસ.સી પૂરું કર્યું હતું. વર્ષ 1972 માં તેઓ ગુજરાત સરકાર માં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે એગ્રિકલચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. બાદ માં તેને બઢતી મળતી ગઈ હતી.
તેઓ મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી ત્યારબાદ જમીન ચકાસણી કચેરી ખાતે ફ્રરજ બજાવી ને વર્ષ 2005 માં નિવૃત થયા હતા. તેઓ શરૂઆત થી જ જ્યોતિષ માં રસ ધરાવતા હતા. તેના ઘરે પુસ્તકો નો ઢગલો છે. અંબાલાલ હવામાન ઉપરાંત કૃષિ પાક માટે આગાહીઓ કરતા આવ્યા છે. અંબાલાલ પટેલ ને ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા અને ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી વગેરે તરફથી એવોર્ડ પ્રાપ્ત થયેલા છે.
અંબાલાલ ના પરિવાર ની વાત કરી એ તો તેની પત્ની થોડા સમય પહેલા કોરોના ના કારણે અવસાન પામ્યા હતા. હાલ અંબાલાલ ગાંધીનગર માં રહે છે. અંબાલાલ પટેલ ને બે પુત્રો અને એક પુત્રી છે. જેમનો મોટો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોક્ટર છે. તેણે પહેલા અમેરિકા ની કેન્સર હોસ્પિટલ માં સેવા આપી હતી. અને હાલ માં ધ્રાગંધ્રા માં બાળકો ની હોસ્પિટલ ધરાવે છે. તેમનો બીજો પુત્ર સતીશ પટેલ આ.ટી માં અભ્યાસ કરી ને હાલ માં ઓસ્ટ્રલિયા માં બિઝનેસમેન છે. અંબાલાલ પટેલ ની પુત્રી અલકા પટેલ ડોક્ટર છે. તે બારડોલી ના સરકારી હોસ્પિટલ માં સેવા આપે છે.
અંબાલાલ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખવાનું શરૂ કર્યું હતું. ગુજરાત માં જયારે કેશુભાઈ પટેલ ની સરકાર હતી. ત્યારે અંબાલાલ પટેલે ધરતીકંપ ની આગાહી કરી હતી. ત્યારે સરકારે અંબાલાલ પટેલ ની ધરપકડ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!