આલિયા ભટ્ટે નીતુ કપૂર ના જન્મદિવસ પર આપી ધમાકેદાર ગિફ્ટ ! જોઈ ને ફેન્સ પણ બોલ્યા વાહ…જુઓ ફોટા.
બૉલીવુડ ની અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના લગ્ન જીવન ની શરૃઆત અભિનેતા રણબીર કપૂર સાથે કરી ચુકી છે. 14-એપ્રિલ 2022 ના રોજ બને એ લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ અને તેની સાસુ નીતુ કપૂર બને એકબીજા થી ઘણા નજીક છે. બને ની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતી જ હોય છે. એવામાં નીતુ કપૂર નો હાલ માં જ જન્મદિવસ હતો.
નીતુ કપૂરે પ્રથમ વાર જ આલિયા ભટ્ટ સાથે તેનો 64-માં જન્મદિવસ ની ઉજવણી કરી હતી. જન્મ દિવસ નિમિતે આલિયા ભટ્ટે તેની સાસુ ને એક ખુબસુરત ગિફ્ટ આપી હતી. 8-જુલાઈ ના રોજ નીતુકપુરે તેનીં પુત્રી રિધ્ધિમા કપૂર અને તેના તેના જમાઈ ની સાથે પોતાનો 64-મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ જન્મદિવસ માં નીતુ કપૂર સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માંથી કોઈ પણ હાજર ન હતું.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને ની આવનારી મુવી ના શૂટિંગ માં વ્યસ્ત જોવા મળે છે. મુવી ના શૂટિંગ માં બીઝી હોવા છતાં આલિયા ભટ્ટે તેની સાસુ માટે જન્મદિવસ ની શુભકામના સાથે એક ગિફ્ટ પણ મોકલી હતી. આલિયા ભટ્ટે સાસુ માટે એક સફેદ કલર ના ફૂલો નો ગુલદસ્તો નીતુ કપૂર માટે મોકલ્યો હતો. જેમાં આલિયા ભટ્ટે લખ્યું હતું કે, જન્મદિવસ ની ઢેર સારી શુભકામના મોમ…
નીતુ કપૂરે આલિયા ભટ્ટ તરફ થી જે ગિફ્ટ મળી તે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ની સ્ટોરી માં શેર કરતા લખ્યું કે, થેંક્યુ આલિયા…આ સાથે જ આલિયા ભટ્ટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં નીતુ કપૂર ના ફોટા શેર કર્યા હતા. આલિયા ભટ્ટ ના મુવી ની વાત કરવામાં આવે તો તે હાલના દિવસો માં હોલીવુડ ના મુવી ” હાર્ટ ઓફ સ્ટોન ” મુવી ના શૂટિંગ માં ખુબ વ્યસ્ત છે. થોડા જ સમય માં તે રણબીર કપુર સાથે ની મુવી ” બ્રમ્હ શાસ્ત્ર ” માં જોવા મળશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.