બે દિવસ ફી ભરવામાં મોડું થતા સ્કૂલ પ્રશાશને વિદ્યાર્થીઓ ને આપી આવી સજા આખો દિવસ તડકામાં, જુઓ વિડીયો.
આપણા ભારતમાં ઘણી બધી પ્રાઇવેટ સ્કુલો એવી છે કે જે લોકો પાસેથી મન ફાવે તેટલી ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવતા હોય છે અને સ્કૂલો વાળા ની મનમાની સામે આવતી હોય છે. એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ઉનાવ શહેરથી સામે આવે છે. જાણવા મળ્યું કે થોડાક વિદ્યાર્થીઓ કે જે સ્કૂલની ફીસ ભરવામાં થોડું મોડું થયું હોવાને કારણે સ્કૂલમાં પરીક્ષા દેવા પહોંચેલા અમુક વિદ્યાર્થીઓને,,
સ્કૂલમાં આવવા દેવામાં આવ્યા ન હતા અને સ્કૂલની બહાર ઊભા રાખીને તે લોકો ને પેપર પણ દેવા દીધા ન હતા અને આ બાબતે સ્કૂલના વિદ્યાર્થીઓ આખો દિવસ સ્કૂલની બહાર તડકા માં ઉભા રહીને ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની વ્યથાઓ વ્યક્ત કરી રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક નાની વિદ્યાર્થીની રડી રહી છે અને તે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે,,
સ્કૂલની ફી ભરવામાં બે દિવસ મોડું થયું હોવાને લીધે તેને લોકોને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને પેપર દેવા દેતા નથી અને આખો દિવસ તડકામાં ઉભા રાખ્યા છે. આ વિડીયો બહાર આવતા ઉનાવ જિલ્લા પ્રશાસને વાયરલ વીડિયોને ધ્યાને લઈ ડી એમ અને એસડીએમ એ તપાસના આદેશ કર્યા છે અને આ બાબતે કડક કાર્યવાહીની માંગણી કરવાની આશ્વાના પાઠવી રહ્યા છે.
#उन्नाव : फीस जमा न होने पर छात्रा को दिनभर स्कूल में खड़ा रखा गया
समय पर फीस जमा ना करने पर स्कूल में पूरे दिन खड़े रखने व पेपर न दिलाये जाने का छात्रा ने आरोप लगाया है@thisissanjubjp @unnaopolice @brajeshpathakup @basicshiksha_up #unnao #school #UP pic.twitter.com/s2BaHzo9sl
— Himanshu Purohit (@Himansh256370) October 18, 2022
લોકોના મનમાં સ્કૂલ પ્રશાસન પ્રત્યે રોશની લાગણી ફેલાયેલી જોવા મળે છે અને આવી સ્કૂલો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે. લોકો આ વિડીયો જોઈને વીડિયોમાં સ્કૂલ પ્રશાસન વાળા પ્રત્યે ખૂબ જ ગુસ્સો બતાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!