મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ ભારત દેશ સદીઓથી ભગવાન અને સાધુ સંતો નો દેશ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અનેક સ્થળો પર ભગવાન સક્ષાત અવતાર પામ્યા અને લોકોને મદદ કરી છે આજે પણ ભારત માં અનેક ચમત્કારિક મંદિર છે કેજે આ બાબત ની સાક્ષી પુરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અનેક મંદિરો આવેલા છે જે પૈકી અનેક પ્રાચીનો આજે પણ પોતાની અંદર ઘણા રહસ્ય સંતાડીને બેઠા છે જેને સમજવું આજના સમય માં શક્ય નથી. આપણે અહી આવાજ એક ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે.
આપણે અહી જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે તે હાટકેશ્વરી મંદિર છે જો વાત આ મંદિર અંગે કરીએ તોતે હાટકેશ્વરી માતાજીનું છે આ મંદિર શિમલાથી ૧૧૦ કિમી દુર રૈનાલા અને પબ્બર નદીના સંગમ સ્થાને સોનપુર ટેકરીઓ પર સમુદ્ર સપાટીથી આશરે ૧૩૭૦ મીટર ઉપર આવેલ છે. લોક વાયકા અનુસાર આ મંદિર આશરે ૮૦૦ વર્ષ જુનું છે. આ મંદિર માં સક્ષાત માતાજી બિરાજે છે તેવું લોકોનું કહેવું છે અહી શ્રધા અને ભક્તિથી માથું નમાવવા પર ભક્તો ના તમામ દુઃખ દર્દ દુર થાય છે અને માતાજી ના અશ્રીવાદ પ્રાપ્ત થાય છે.
જો કે આ મંદિરને લઈને અનેક માન્યતાઓ પણ છે જેના વિશે આપણે અહી વાત કરવાની છે.સૌ પ્રથમા જો વાત હાટકેશ્વરી મંદિર વિશે કરીએ તો સૌ પ્રથમ મંદિર શિખર આકારમાં નાગર શૈલી માં બનાવવા માં આવ્યું હતું જેને સમારકામ બાદ પહરી શૈલી નું રૂમ આપવામાં આવ્યું હતું અહી હાટકેશ્વરી મંદિર ની દક્ષિણ અને પશ્ચિમ માં ચાર નાના શિખરો છે કેજે મુખ્ય મંદિરના જ ભાગ છે. અહી મુખ્ય મંદિરમાં માં હાટકેશ્વરી એટલે કે મહિષાસુર મર્દનીની વિશાળ પ્રતિમા છે જે મૂર્તિ કઈ ધાતુ માંથી બની છે તેના વિશે આજ સુધી માહિતી મળી નથી.
અહી હાટકેશ્વરી મંદિર નો એક ઘડો ઘણો ચર્ચામાં રહે છે. મંદિર ની બહાર એક તાંબાના ઘડા સાથે લોખંડ ની ચેન બાંધવામાં આવી છે એવું કહેવાય છે કે જયારે પણ પબ્બર નદી પૂરથી પ્રભાવિત થાય ત્યારે આ ઘડો સીટી વગાડવા પ્રયત્ન કરે છે જો કે અગાઉ તેને મંદિરના અન્ય સ્થળે બાંધ્યો હતો પરંતુ તે ઘડો ચેરું નદીના વેગથી ભગતો હતો અને ગામમાં અનેક જગ્યાએ જોવા મળ્યો હતો.
મંદિર ને લઈને એવી પણ માહિતી છે કે ગામમાં રહેતી બે બ્રામણ કન્યા પોતાની સુખ દુખની વાત કરતી હતી તે પૈકી એક મહિલા આ ગામના ટેકરીઓ પર માતાજીનું ધ્યાન કરતી હતી અને અચાનક જ તે અંતર ધ્યાન થઇ જે બાદ તેજ સ્થળેથી માતાજીની મૂર્તિ નીકળી માટે લોકો તે યુવતીને માતાજીનું સ્વરૂપ માને છે. અહી લોકો ની અનેક મનોકામના પુરિ થઇ છે અને દુર દુર થી લોકો મંદિર દર્શને આવે છે.