કેનાલ ના ઊંડા પાણી માં ગરકાવ થતા માતા ની સામે જ પુત્ર એ દમ તોડી નાખ્યો, યુવાન કેનાલ માં…
ગુજરાત માં અનેક કિસ્સાઓ એવા સામે આવે છે કે લોકો ક્યારેક નદી માં ક્યારેક કુવા માં તો ક્યારેક કેનાલ માં અચાનક પડી જતા હોય છે. અને તેનું અકસ્માતે મોત થતું હોય છે. એવો જ એક કિસ્સો કરછ ના ભચાઉ તાલુકા માંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક નું કેનાલ માં અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું છે. એમાં પણ યુવકે તેની માતા ની સામે જ જીવ ગુમાવી દીધો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ભચાઉ તાલુકા ના એસ.આર.પી કોલોની પાસે થી નર્મદા કેનાલ પસાર થાય છે જેમાં એક યુવાન નું ડૂબવાથી મૃત્યુ થયું છે. કરછ ના ભચાઉ તાલુકામાં રવિવારે સવારે 10 વાગે અકરમ નામનો યુવાન પોતાની માતા સાથે નર્મદા કેનાલ માં આવ્યો હતો. આ સમયે તે જાડ પરથી કેનાલ માં નીચે ઉતર્યો હતો.
બાદ માં ઝાડ પર ઉપર ચડતા સમયે તેનો પગ અચાનક લપસી ગયો અને અકરમ કેનાલ ના ઊંડા પાણી માં ગરકાવ થઇ ગયો હતો. માતા ની સામે જ તેનો પુત્ર ઊંડા પાણી માં ચાલ્યો ગયો. અને મોત ને ભેટ્યો હતો. પાણી ના પ્રવાહ ને લીધે તે બચી શક્યો ન હતો. આ ઘટના ની જાણ ફાયર સ્ટાફ ને થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી ને મૃતદેહ બહાર કાઢ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!