કરીના કપૂર ખાને રક્ષાબંધન ના દિવસે પહેર્યો એવો યુનીક ‘પાન પત્તી ‘ વાળો ડ્રેસ કે તેની કિંમત જાણીને દિવસે તારા દેખાવા લાગશે….જાણો
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની જબરદસ્ત એક્ટિંગ સ્કિલ અને શાનદાર લુક ને લઈને જાણીતી છે. જ્યારે પણ તે ઘરની બહાર નીકળે છે તો તેનો લુક તેના ફેન્સ ને ઘાયલ કરી દેતો હોય છે. તેમની યુનિક ફેશન સેન્સ થી લાખો મહિલાઓ પ્રેરણા લેય છે. હાલમાં જ કરીના કપૂર ખાન એ પોતાના પરિવાર સાથે રાખડી નો તહેવાર મનાવ્યો. જ્યાં તેમનો આઉટફિટ જ હતો જે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો. કરીના કપૂર ખાને 30 ઓગસ્ટ 2023 ના રોજ પોતાના ઇન્સ્ટ્રા હેન્ડલ પરથી રક્ષાબંધન ઉત્સવ ની ઘણી જલકો શેર કરી.
જો તેમના લુકની વાત કરવામાં આવે તો કરીના કપૂર એ આઈવરી કલર નો રિલેક્સ ફિટ સલવાર સેટ પહેર્યો હતો અને પોતાના લુકને મેચિંગ એમ્બેલિશ્ડ મોજરી સાથે પેયર કર્યો હતો. તેમને કોઈ પણ ઘરેણા કે મેકઅપ વગર નો લુક પસંદ કર્યો હતો. જેમાં બિંદી, કોહલ રીમેડ આઈઝ અને બન હેયરડું શામિલ કરીના એ સલવાર સેટ માં બેલ સ્લીવ્સ, પાન- પત્તી મોટિફ્સ અને જાલર વાળી હેમલાઇન હતી. થોડી તાપસ કરતા જાણવામાં આવ્યું કે ક્લાસી સલવાર સેટ ‘ મસાબા ‘ બ્રાન્ડ નું છે અને એની કિંમત 21000 રૂપિયા છે.
11 ઓગસ્ટ 2022 ના રોજ પોતાના પરિવાર ની સાથે રક્ષાબંધન નો તહેવાર મનાવા માટે પૂરો કપૂર પરિવાર રણધીર કપૂર ના ઘરે ગયું હતુ અને ત્યાંથી જ તેની તસ્વીર મળી આવી હતી. આ તસ્વીરમાં કરીના રિધિમાં, રણધીર કપૂર, બબીતા કપૂર, રીમા જૈન , આદર જૈન, નીતુ કપૂર અને નતાશા નંદા ની સાથે જોવામાં આવ્યા હતા. જોકે આ ઉત્સવમાં કરીના કપૂર એ દરેક લોકોના ધ્યાન ને પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. તેમને મિંટ – ગ્રીન કલરના કુર્તા સેટ માં પહેર્યો હતો અને તેમના લુકને ડેવી મેકઅપ, બ્લેક બિંદી, ઓક્સીડાઈઝ ઝુમખા અને મેચિંગ શૂઝ ની સાથે તૈયાર કર્યો હતો.
કરીના નો કુર્તા સેટ ‘ બેગમ પ્રેત ‘ બ્રાન્ડ નો હતો અને તેની કિંમત 22800 રૂપિયા છે. હાલમાં જ કરીના કપૂર ખાન એરપોર્ટ પર જોવા મળી હતી અને તેના સ્ટાઇલિશ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ સફેદ રંગનો કુર્તા સેટ પસંદ કર્યો, જેમાં બ્લોક પ્રિન્ટ, ઉચ્ચ રાઉન્ડ નેક અને ત્રણ ક્વાર્ટર સ્લીવ્સ હતા. તેણીના દેખાવને વધારવા માટે, તેણીએ વાદળી રંગના લોફર્સ, ઉત્તમ ગોગલ્સ અને બેજ રંગની હેન્ડબેગ પસંદ કરી.તાપસ કરતા જાણવા મળ્યું કે કરીનાનો કુર્તા સેટ ‘અનનવિલા’ બ્રાન્ડનો હતો અને તેની કિંમત લગભગ 20,000 રૂપિયા છે. આ સિવાય તેણે 2 લાખ રૂપિયાની માઈક્રો બેલ બેગ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!