કોમેડી કવીન ભારતીસિંહ તેના પુત્ર ગોલા સાથે રાત્રી સમયે રખડપટી કરવા નીકળી પડતા વિડીયો થયો વાયરલ..જુઓ વિડીયો.
ભારતમાં કોમેડી ક્વીન તરીકે ઓળખાતી ભારતી સિંહ પોતાની કોમેડી માટે હર એક ભારતીય લોકોના દિલોમાં જગ્યા બનાવી ચૂકી છે. ભારતી સિંહની કોમેડી લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. તે અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા બંને ઘણા શોમાં એક સાથે કોમેડી કરતા જોવા મળે છે. ત્રણ એપ્રિલ 2022 ના રોજ ભારતીય સિંહે તેના પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રને જન્મ બાદ ભારતી સિંહે ઘણા મહિનાઓ સુધી લોકોને તેના પુત્રનું મોઢું બતાવ્યું ન હતું.
પરંતુ થોડા સમય અગાઉ તેના પુત્રને લઈને તેના પતિ સાથે એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેનો પુત્ર સાફ નજરે પડ્યો હતો. હાલ ભારતી સિંહે નો ફરી વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ભારતી અને તેના પતિ હર્ષ તેના પુત્રને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે. જોકે ખરેખર તેના પુત્ર નું નામ લક્ષ્ય છે. હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભારતી તેના પુત્ર લક્ષ સાથે રાત્રી ની મજા માણવા નીકળી હતી..જુઓ વિડીયો.
View this post on Instagram
વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી અને તેના પુત્ર લક્ષ એક સાથે કારમાં બેસીને કંઈક જઈ રહ્યા હતા. ભારતી એકદમ સિમ્પલ કપડામાં સુંદર દેખાઈ રહી હતી. અને તેના દીકરા લક્ષને પણ સુંદર રીતે તૈયાર કરી ને લોકો સમક્ષ લાવી હતી. આ વીડિયોને ફોટોગ્રાફર વિરલ ભાયાણી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
લોકો આ વિડીયો જોઈને ભારતી અને તેના પુત્ર પ્રત્યે ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ભારતી જ્યારે ઘરે આવી ત્યારે મીડિયા સમક્ષ થોડીક મજાક મસ્તી પણ કરે છે. મીડિયાવાળા પૂછે છે કે હર્ષ લીમ્બાચીયા ક્યાં છે? ત્યારે ભારતી મજાક મજાકમાં જવાબ આપે છે કે તે ઉપર રસોઈ બનાવી રહ્યા છે. આમ ભારતી લોકો સમક્ષ ખૂબ જ છવાયેલી રહે છે. અને પોતાની કોમેડીથી લોકોને હસી હસીને બેવડા વાળી દેતી હોય છે.
ભારતી સિંહે ઘણા બધા શો હોસ્ટ કરેલા છે. જેમાં સુપરસ્ટાર સિંગર ટુ, હુનરબાદ દેશ કી શાન અને ખાસ તો ખતરા ખતરા ખતરામાં તે અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા બંને સાથે દર્શકોનો મનોરંજન કરતા જોવા મળ્યા હતા. સાથે સાથે ભારતી એ જણાવ્યું હતું કે સ્વતંત્ર દિવસ નિમિત્તે લોકોએ પોતપોતાના ઘરે તિરંગો ફરકાવીને તિરંગા નું માન વધાર્યું હતું. અને સાથે સાથે જણાવ્યું કે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે. તો તેની ધૂમધામથી તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!