India

ગોવા ની ક્લબ માં સોનાલી ફોગાટ ને જબરદસ્તી થી નશો કરાવતો તેના પી.એ નો વિડીયો થયો વાયરલ..જુઓ વિડીયો.

Spread the love

ભાજપની નેતા tiktok સ્ટાર લેડી અને બિગ બોસની સિઝનમાં પ્રતિસ્પર્ધી રહી ચૂકેલી એવી સોનાલી ફોગાટનું થોડા સમય પહેલા શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું. પ્રાથમિક તપાસમાં તો પોલીસે કહ્યું કે સોનાલી ફોગાટ ને હાર્ટ એટેક આવ્યો હોવાથી મૃત્યુ થઈ ચૂક્યું હતું. પરંતુ ત્યારબાદ એક પછી એક અનેક એવા રાજો ખુલતા ગયા છે કે આ હાર્ટ એટેક ન હોતું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સોનાલી ફોગાટની હત્યા બાદ તેના ભાઈ રીન્કુ ઢાકા એ સોનાલી ફોગટના પી.એ પર ગંભીર આરોપો લગાવી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેને જણાવ્યું હતું કે સોનાલી ફોગાટ નો પીએ સુધીર સાંગવાન તેને થોડા વર્ષો પહેલા કોઈ નસીલા પદાર્થ પીવડાવે તેને તે હાલતમાં તેની ઉપર વારંવાર બળાત્કાર કર્યો હતો. અને ત્યારબાદ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપીને તે તેની ઉપર સતત બળાત્કાર કરી રહ્યો હતો. સોનાલી ફોગાટ ને પોતાના કરિયર બરબાદ થઈ જવાના કારણે તેને આ વાત કોઈને જાહેર કરી ન હતી. અને થોડા સમય પહેલા સોનાલી ફોગાટ ગોવામાં એક પાર્ટીમાં ગઈ હતી.

ત્યાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજે ગયું હતું. જાણવા મળ્યું કે સોનાલી ફોગાટના પીએ એ નો પણ તેમાં હાથ છે. આ બાબતે ગોવા પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગે છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સોનાલી ફોગટ ને સુધીર સાંગવાન એક બોટલ દ્વારા કંઈક પીવડાવતો જોવા મળે છે. સોનાલી આ બાબતે વિરોધ કરતી હોય છતાં પણ તેને બળજબરીપૂર્વક તે ડ્રીંક પીવડાવતો કેમેરામાં નજરે ચડી રહ્યો છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આ પીણું એનડીએમએ નામનું ડ્રગ સોનાલી ફોગટને આપવામાં આવ્યું હતું. જોકે આ બાબતે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સાચી જાણ થઈ શકે છે.

આ બાબતે ગોવા પોલીસે સોનાલીના પી.એ સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિંદર સિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ બાબતેના સીસીટીવી ફૂટેજ હાથ લાગતાં જ સોશિયલ મીડિયા પર આ ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે તેનો પીએમ તેને બળજબરીપૂર્વક કંઈક પીવડાવી રહ્યો છે. ત્યારબાદ તેને રૂમમાં પણ લથડીયા ખાતે હાલતમાં લઈ ગયો હતો.

અને ત્યારબાદ દિવસે સોનાલી નું મૃત્યુ નીપજી ગયું હતું. આમ હવે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ થઈ શકે તેમ છે. સોનાલી ફોગટના જન્મની વાત કરવામાં આવે તો તેનો જન્મ સપ્ટેમ્બર મહિનાના 1979 ના હરિયાણાના ખાતે થયો હતો. સોનાલી ફોગાટ એક મુવી માટે 25 લાખ થી પણ વધારે ચાર્જ લેતી હતી. તેના પતિ નું પણ થોડા સમય પહેલા શંકાસ્પદ હાલતના મૃત્યુ થઈ ગયું હતું. હાલ તેની પુત્રી 16 વર્ષની નિરાધાર થઈ ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *