પત્ની એ પ્રેમી સાથે મળી પતિ નું ઢાળી દીધું ઢીમ ! કારણ જાણશો તો તમારા ઉડી જશે હોંશ,,જાણો વિગતે.
રોજબરોજ હત્યા અને આત્મહત્યા અને કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા તો ક્યારેક પૈસા ની લેતી દેતી માં હત્યા અથવા તો આત્મહત્યા થઈ જતી હોય છે. એવી જ એક ઘટના હાલ સામે આવે છે. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની સંપત્તિ હડપવા માટે પતિને ધીમું ધીમું ઝેર આપી રહી હતી જેથી પતિનું અમુક દિવસો બાદ મૃત્યુ થઈ ચૂક્યું હતું.
વધુ વિગતે વાત કરીએ તો વેપારી કમલકાંત શાહ ની હત્યા બદલ તેની પત્ની કવિતા ઉર્ફે કાજલ શાહ અને તેના પ્રેમી હિતેશ જૈન ની ધરપકડ કરવામાં આવી છે. બંને વચ્ચે પહેલા મિત્રતાનો સંબંધ થયો હતો બાદમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. કાજલ શાહ અને હિતેશ જૈન વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો તેવું જાણવા મળ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે 24 ઓગસ્ટના રોજ કમલકાંત શાહને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થતી હતી આથી તેને તેના ફેમેલી ડોક્ટર પાસે દવા લીધી. પરંતુ દુખાવો ચાલુ રહેતા તેને અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છતાં ત્યાં તબિયતમાં સુધારો થતો ન હતો આથી તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અન્ય હોસ્પિટલમાં લઈ જતા ની સાથે કમલકાંત ના એક પછી એક અવયવ કામ કરતા બંધ થઈ ગયા હતા.
અને 19 સપ્ટેમ્બરના રોજ તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ મૃતક ના લોહીના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં તપાસ અર્થે મોકલ્યા તો જાણવા મળ્યું કે મૃતકના શરીરમાં આર્સેનિકનું પ્રમાણ સામાન્ય સ્તર કરતા 400 ગણું અને થોરિયમનું પ્રમાણ 365 ગણું વધી ગયું હતું. એટલે કે તેને મોઢાથી ઝેરી પદાર્થ આપવામાં આવતો હોવાનું માલુમ પડ્યું હતું અને પોલીસે આ બાબતે તપાસ કરી તો તેની પત્નીનું અને તેના પ્રેમી નું નામ આમાં ખુલ્યું હતું.
પત્ની અને તેનો પ્રેમી આ ઘટનાને દુર્ઘટના ગણાવા માંગતા હતા. પરંતુ પોલીસને શંકા જતા બંનેની કડક થી તપાસ કરતા બંને અંતે ભાંગી પડ્યા હતા અને આ આખી ઘટના સામે આવી હતી. જેમાં આખી ઘટનામાં પ્રોપર્ટી હડપવાને મામલે આ આખી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!