પતિ ના મૃત્યુ નો પત્ની ને એવો આઘાત લાગ્યો કે, 14-માં દિવસે પત્ની એ ભર્યું મોટું પગલું…
આજના જમાનામાં લોકો ના આપઘાત કરવાના કિસ્સાઓ માં ખુબ મોટા પ્રમાણ માં વધારો થયો છે. એવામાં હિમાચલ પ્રદેશ માંથી એક ખુબ જ ભાવુક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ ના મૃત્યુ બાદ પત્ની એ પતિ ના દુઃખ માં આપઘાત કરી લીધો હતો. પત્ની એ પતિ ની પાછળ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બનતા પરિવાર ના માથે દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, હિમાચલ પ્રદેશ ના હમીરપુર ના ચંબોહ ગામમાં રહેતા પરિવાર ના કરન ઠાકોર નું 14 દિવસ પહેલા હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થઇ ગયું હતું. પતિ નું મૃત્યુ થતા પત્ની ને ઘણો આઘાત લાગ્યો હતો. કરન ઠાકોર ની 24-વર્ષીય પત્ની બબીતા એ પતિના માત્ર 13 દિવસ બાદ 14 માં દિવસે કોઈ ઝેરી પદાર્થ પી લેતા તેનું પણ મૃત્યુ થયું હતું.
કરન અને બબીતા ના લગ્ન હજુ 6 વર્ષ પહેલા જ થયા હતા. બબીતા એ ઝેરી પદાર્થ પી લેતા ઘર વાળા તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં તેની ટૂંકી સારવાર ચાલી અને મૃત્યુ પામી હતી. ભોરંજ પોલીસ સ્ટેશન ના અધિકારી સુરમ સિંહે મહિલા નો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીયો હતો. જાણવા મળ્યું કે બબીતા ની કોઈ જ સુસાઇડ નોટ મળી આવી નથી. આમ એક પરિવાર ના બે સભ્યો ચાલ્યાં જતા પરિવાર ના માથે મહામુસીબત આવી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!