India

માતા-પિતાને છોડીને મૌતની શરણમાં ચાલ્યો ગયો યુવક!! ગળાફાંસો ખાયને કરી આત્મહત્યા.. સુસાઇડ નોટમાં જણાવ્યું કારણ… પુરી ઘટના જાણી આંચકો લાગશે..

Spread the love

હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. એમાં પણ દેશના ઘણા રાજયો માં હાલના દિવસોમાં ફરજી લોન કંપની અને પ્રતિભાશાળી લોકોના દબાવ માં આવીને તો ઘણીવાર પ્રેમ ની નિષ્ફળતા ના કારણે આત્મહત્યા ના કિસ્સાઓ પણ વધતાં નજર આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક સીકર જિલ્લા ના શ્રીમોધોપુર નો એર્ક દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે

જ્યાં લીસોડિયા ગામ ના  રહેવાસી સોમિત કે જે 27 વર્ષ ની ઉમર ધરાવે છે જે MA, બી.એડ છે અને ઘરે રહીને પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પાંચ ભાઈ બહેનો માં સોમિત બધા કરતાં નાનો હતો અને અવિવાહિત હતો. તેને મંગળવાર ના રોજ સાંજે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ દરમિયાન સુસાઇડ નોટ પણ મળી આવે છે જેમાં માતા પિતા ને માફી માંગી છે ત્યાં જ પ્રેમિકા ના ભાઈ પર સુસાઇડ કરવા માટે ઉકસાવવા નો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પોલીસ એ સુસાઇડ નોટ અને ફોન જપ્ત કરી લીધા છે. અને મૃતક ના શવ ને શ્રીમાધોપુર ના CHC માં પોસ્ટમોટમ માટે લઈ જવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ એ જાણકારી આપતા કહ્યું કે આ યુવક પંજાબ ની નિવાસી કોઈ યુવતી ની સાથે ઇન્સત્રાગરમ પર અવરનવાર ચેટ કરીને વાતચીત કરતો હતો. આજે પરિવારના લોકો એ  તેને આ યુવતી સાથે વાતચીત કરવાની ના કહી હતી અને સાંજે આચાનક જ સોમિત એ રૂમમાં જઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં તો પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે. તો ત્યાં જ અહી મૃતક ના ના પિતા સેવાનિવૃત શિક્ષક સત્યનારાયણ વર્મા એ જણાવ્યુ કે મંગલવારે બપોરે જ તેમણે દીકરા ની રીના નામની છોકરી સાથેની મિત્રતા અંગે જાણકારી મળી હતી.

તેમણે ફોન દ્વારા રીના ને સમજાવ્યું કે આજ પછી મારા દીકરા સાથે વાત કરતી નહીં અને મારા દીકરા સોમિત ને પણ સમજાવ્યો હતો જેના પછી સોમીત એ કહ્યું હતું કે પાપા હું આજ પછી વાત નહીં કરું. આટલું કહીને તે પોતાના સ્ટડી રૂમમાં જતો રહ્યો હતો. જ્યારે બહુ સમય સુધી રૂમમાથી કોઈ અવાજ આવ્યો નહીં તો સાંજે 5 વાગ્યા આસપાસ રૂમની અંદર  જઈને જોયું તો સોમિત ફાંસી એ લટકાયેલ હાલત માં જોવા મળ્યો હતો. જે ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો તથા પોલીસ  ને જાણકારી આપવામાં આવી આ સૂચના મળતા  જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને શવ ને નીચે ઉતારીને શ્રીમાધોપુર ના CHC માં પોસ્ટમોતમ માટે મૂકવામાં આવ્યો હતો.

જેનું બુધવાર ના રોજ પોસ્ટમોતમ કરવામાં આવશે. સુસાઇડ નોટ માં યુવક એ લખ્યું છે કે હું જેને પ્રેમ કરતો હતો તેનું નામ રીના છે. તે પટિયાલા પંજાબની રહેવાસી છે. તેમના પરિવારના સભ્યો મારા પિતા વિશે ખૂબ જ ખોટું બોલતા હતા. રીના પણ મને પ્રેમ કરતી હતી. તેમણે સંમેલન પણ કર્યું હતું. આ બધા પુરાવા મારી વોટ્સએપ ચેટ અને ઈન્સ્ટાગ્રામ પર છે. રીનાએ મને મરવા મજબૂર કર્યો અને તેનો નાનો ભાઈ સોનુ પણ. આમાં મારા પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી. મને માફ કરો હું તમને પ્રેમ કરું છું પાપા મમ્મી. મારો ફોન પોલીસે તપાસવો જોઈએ અને આજે સવારે જ તેના ભાઈ સોનુએ ફોન કરીને મને મરવા માટે મજબૂર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *