Gujarat

પ્રેમીપંખીડા એ સાથે ઝેરી દવા પીતા જ યુવતી મૃત્યુ પામી, પરિવાર જનો એ યુવક પર મુક્યો મોટો આરોપ…

Spread the love

ગુજરાત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવે છે. મોટાભાગે આપઘાત કાં તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે થતા હોય છે. બીજું કારણ એ કે પ્રેમ પ્રકરણ માં આપઘાત લોકો કરી બેસતા હોય છે. એવો જ એક પ્રેમ પ્રકરણ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમી પંખીડા એ સાથે ઝેરી દવા પીય લીધી હતી. જેમાં યુવક ની સારવાર હોસ્પિટલ માં ચાલી રહી છે. પરંતુ યુવતી નું દવા ની અસર ને કારણે મૃત્યુ થઇ ચૂક્યું હતું.

વધુ વિગતે જણાવ મળ્યું કે, રાજકોટ ભાવનગર રોડ પર આવેલા કાળીપાટ ગામ માં રહેતા રવિ ધીરુભાઈ મકવાણા (21-વર્ષ) અને તેની પ્રેમિકા જેની ઉમર 17 વર્ષ ની છે. તેઓ બને એ ગામમાં જવાના રોડ પર ઝેરી દવા પીય લીધી હતી. આ બાબત ની લોકો અને ઘર ના સભ્યો ને જાણ થતા બનેં ને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સગીરા નું સારવાર પૂર્વે જ મૃત્યુ થઇ ગયું હતું. અને રવિ ની સારવાર હજુ ચાલી રહી છે. આ બાબત ની જાણ આજીડેમ પોલીસ ને થતા તે હોસ્પિટલ દોડી આવ્યા હતા. સગીરા નો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સગીરા ના પરિવાર જનો એ રવી મકવાણા ઉપર આરોપો મુકતા કહ્યું કે, તેણે અમારી પુત્રી ને પ્રેમ જાળ માં ફસાવી હતી. અને પુત્રી ને ઝેરી દવા પીવરાવી દીધી. જયારે રવિ એ દવા પીવાનું નાટક કર્યું. આવો આક્ષેપ યુવતી ના પરિવાર જનો એ મુક્યો હતો.

આજીડેમ પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવતી ના પરિવાર જનો નું કહેવું છે કે રવિ મકવાણા ના પરિવાર જનો વારેવારે કહેતા હતા કે, તેની પુત્રી ના લગ્ન રવિ સાથે કરાવી આપે. આ બાબતે યુવતી ના પરિવાર ના લોકો એ પાંચ વર્ષ પહેલા પણ ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *