હવામાં રહેલ પ્લેન માં મુસાફરો અચાનક જ એકપછી એક બેભાન થવા લાગ્યા સામે આવ્યું મોટું કારણ જુઓ વિડીયો.
જો તમે પ્લેન માં મુસાફરી કરતા હો તો આ વિડીયો જરૂર જોજો. સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખુબ જ ચર્ચા નો વિષય બન્યો છે. આ પ્લેન નો વિડીયો વાયરલ એટલો જ થઇ રહ્યો છે. પ્લેન માં બેસેલા મુસાફરો ના માથે અચાનક એવી મુસીબત આવી પડી કે, તે લોકો એ કલ્પના પણ ના કરી હોય. પ્લેન જયારે હવામાં હતું ત્યારે જ એવી ઘટના બની કે મુસાફરો મોટી સમસ્યામાં ફસાય ગયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ગો ફર્સ્ટ ફ્લાઇટ નું પ્લેન જયારે હવામાં હતું. ત્યારે અચાનક જ પ્લેન માંના AC એ કામ કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ તો પ્લેન માં હોબાળો મચી ગયો હતો. જેવું AC એ કામ કરવાનું બંધ કર્યું કે, પ્લેન માં રહેલા પેસેન્જરો ના શ્વાસ રૂંધાવા લાગ્યા. લોકો ને કઈ પણ ખબર નોતી પડતી કે હવામાં તે લોકો શું કરશે. પ્લેન માં રહેલા 3 પેસેન્જરો તો બેભાન થઇ ને ઢળી પડ્યા હતા.
વાયરલ થયેલો વિડીયો રોશની વાલિયા નામની મહિલા એ ટ્વીટર પર મુકેલો છે. વિડીયો પોસ્ટ કરતા મહિલા એ લખ્યું કે, ગો ફર્સ્ટ ની ફ્લાઇટ G8 2316 કે જેમાં તે મુસાફરી કરી રહી હતી. તે તેનો આ વખતે ખુબ જ ખરાબ અનુભવ હતો. મહિલા એ કહ્યું કે, પ્લેન 5:50 વાગ્યે ઉડ્યું હતું. અને જયારે ઘટના બની ત્યારે 6:20 સમય થયો હતો. તેણે જણાવ્યું કે, પ્લેન માં એક કેન્સર નો દર્દી પણ હતો. તે સખત ગરમી ના કારણે ખુબ જ પીડાય રહ્યો છે. જુઓ વિડીયો.
@GoFirstairways G8 2316 was one of the worst experiences!With Ac’s not working & a full flight,suffocation struck passengers had no way out,sweating profusely paranoid passengers were on the verge of collapsing.3 ppl fainted,a chemo patient couldn’t even breathe.#complaint pic.twitter.com/mqjFiiQHKF
— Roshni Walia (@roshniwalia2001) June 14, 2022
મહિલા એ મુસાફરી ના 12,000 રૂપિયા ભાડું ચૂક્યું હતું. આ વિડીયો ઘણા લોકો એ જોયો હતો. અને કેટલાક લોકો એ આ વિડીયો ને ડી.જી.સી.એ ને ટેગ પણ કર્યો હતો. મહિલા વિડીયો માં લોકો ની પરિસ્થિતિ બતાવી રહી હતી. જેમાં લોકો ગરમી થી બેહાલ થયેલા જોવા મળતા હતા. લોકો સેફટી ઇન્સ્ટ્કશન કાર્ડ નો પંખા તરીકે ઉપયોગ કરતા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.