India

સોના ચાંદીના ભાવોમાં આવ્યો ખુબ મોટો ફેરફાર!! બંનેની કિંમતમાં થયો આટલો ઘટાડો, ભાવ જાણીને જ ખરીદજો…

Spread the love

ઈન્ડિયા બુલેટિન એન્ડ જ્વેલરી એસોશિએશન ના અનુસાર આજે સાંજે સોના ની કિમત 59294 રૂપિયા રહી છે. આજે સવારે પણ સોનાનો ભાવ 59298 રૂપિયા જ જોવા મળ્યો હતો. આ પ્રકારે આજે સવારે સોનાના ભાવમાં 4 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં જ સોનું પાછળના કારોબારી દિવસોની તુલનાએ 16 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના ઘટાડા સાથે બંધ થયો છે. આના સિવાય આજે ચાંદી ના ભાવ પણ 72000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ભાવમાં બંધ થયા હતા.

અને આજ ભાવ આજે સવારે એટ્લે કે શનિવાર ના રોજ પણ 72037 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખૂલ્યું હતું. આ પ્રકારે ચાંદી નો ભાવ આજે સવાર થી સાંજ વચ્ચે 37 રૂપિયા નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યાં જ ચાંદી નો આ ભાવ છેલ્લા કારોબારી દિવસો માં 72197 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતું અને આ પ્રકારે ચાંદી નો ભાવ કાલની તુલનામાં આજે 197 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ઘટાડા સાથે નજર આવ્યું હતું. સોનું પોતાના ઓલટાઇમ હાઇ કરતાં 2352 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે.

આની પહેલા સોનું 4 મે 2023 ના રોજ સૌથી વધારે મોંઘું જણાયું હતું તે સમયે સોનું 61646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના સ્તર પર નોંધાયું હતું. ત્યાં જ ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઇ થી 4464 રૂપિયા ઓછું જોવા મળ્યું છે. ચાંદી એ પોતાના ઓલટાઇમ હાઇ માં 4 મે 2023 ના રોજ 76464 રૂપિયા જોવા મળી હતી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સાંજે સોનું 5 ઓગસ્ટ 2023 ના ફ્યુચર ટ્રેડ 62.00 રૂપિયાના ઘટાડા ની સાથે 59370.00 રૂપિયા ના સ્તર પર રહ્યું છે.

ત્યાં જ ચાંદી 5 ઓગસ્ટ 2023 ના ફ્યુચર ટ્રેડ 354.00 રૂપિયા ના ઘટાડા ની સાથે 72,168. 00 રૂપિયા ના સ્તર પર જોવા મળી છે. આંતરરાસ્તરીય બજાર માં સોના ના ઘટાડા સાથે કારોબાર ચાલી રહ્યો છે. આજે અમેરિકા ના સોના ના બજાર માં 2.48 ડોલર ના ઘટાડા સાથે 1933.31 ડોલર પ્રતિ ઓસ ના ભાવ પર છે. ત્યાં જ ચાંદી નો કારોબાર 0.14 ડોલર ના ઘટાડા ની સાથે 23.46 ડોલર પ્રતિ ઓસ ના સ્તર પર મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *