35-વર્ષીય મૃત યુવાન ના પાર્થિવ શરીર ને અંતિમસ્નાન કરાવતા શરીર માં અચાનક હલચલ થઇ. ત્યારબાદ થયું એવું કે,
આપણા સમાજમાંથી રોજબરોજ મૃત્યુના અનેક કેસો સામે આવતા હોય છે. પરંતુ રાજસ્થાન રાજ્યમાંથી એક એવો કેસ સામે આવ્યો છે. કે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. આ ઘટનામાં બન્યું એવું કે એક 35 વર્ષનો યુવાન મૃત્યુ પામ્યો હતો. પરંતુ તે યુવકને અંતિમ વિધિ પહેલા તે યુવકને સ્નાનની વિધિ કરાવવામાં આવતી હતી. ત્યારે અચાનક યુવાન ના શરીરમાં હલચલ જોવા મળી હતી.
ત્યારબાદ તે પરિવાર ના લોકો એ તે યુવાનને હોસ્પિટલ લઈ ગયા હતા. વધુ વિગતે જાણીએ તો રાજસ્થાન રાજ્યના પાલી માંથી આ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 35 વર્ષીય યુવક નું નામ પ્રકાશ ડાબી છે. આ પ્રકાશ ડાબી ને શુક્રવારના રોજ સવારે અચાનક બીમાર હાલતમાં થયા હતા. ત્યારબાદ પરિવારજનો આ પ્રકાશ ભાઈ ને પાલીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
તે બાદ સ્વજનો અમૃતદેહને ઘરે તલાવ્યા હતા. ત્યારબાદ અંતિમ વિધિની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. ત્યારે અચાનક તેના પરિવારજનો પ્રકાશભાઈના શરીરને સ્નાન કરાવી રહ્યા હતા. ત્યારે પ્રકાશભાઈના શરીરમાં કંઈક હલચલ જોવા મળી હતી. જે બાદ તાત્કાલિક તેના શરીરને જોધપુરના એમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં શરીરની તપાસ કરતા ડોક્ટરોએ ફરી પ્રકાશભાઈ ને મૃત જાહેર કર્યા હતા.
જે બાદ પરિવાર જનો એ હોસ્પિટલની બેદરકારી ઉપર આરોપ લગાવ્યો હતો. બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. અને પોલીસની હાજરી માં મહામૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યું કે પ્રકાશ ડાબી સાત ભાઈ બહેનો વચ્ચેનો એક ભાઈ હતો. અને પ્રકાશભાઈના ભાઈએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ને દત્તક લેવામાં આવ્યા હતા. આમ પ્રકાશભાઈનું આવી રીતે દુઃખદ અવસાન થતાં પરિવારજનો માં આઘાત ની લાગણી છવાઈ ચૂકી હતી. અને આવો વિચિત્ર કિસ્સો સામે આવતા લોકોમાં પણ આ બાબતે ચર્ચા મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!