India

પોતાના થી ગુસ્સે થયેલ શિક્ષિકા ને મનાવતા બાળક નો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષિકા એ લોકો ને એવી સલાહ આપી કે, જુઓ વિડીયો.

Spread the love

થોડા સમય પહેલા એક નાના બાળકનો અને એક સ્કૂલના શિક્ષિકા મેડમ નો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાતું હતું કે એક શિક્ષિકા મેડમ પોતાના સ્કૂલમાં આવેલા અભ્યાસ કરતા નાના બાળકથી રિસાયેલા હતા. આ વિડીયો થોડાક જ દિવસમાં કરોડો થી પણ વધુ લોકો જોઈ લીધો હતો. આ વીડિયોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સ્કૂલ પ્રયાગરાજના નૈની વિસ્તારમાં એડીએ કોલોનીમાં શેઠ આનંદરામ જયપુરી સ્કૂલ ચાલી રહી છે. ત્યાંનો વિડિયો છે.

જેમાં દેખાતા શિક્ષિકા ટીચરનું નામ વિશાખા ત્રિપાઠી છે. જે નૈની વિસ્તારમાં રહે છે. જે ઘણા સમયથી અધ્યાપનનું કાર્ય કરે છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો આ શિક્ષિકા મેડમના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. ત્યારબાદ શિક્ષિકા મેડમનો એક ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં આ શિક્ષિકા મેડમ એ બધી જ માહિતી આપી હતી. અને કહ્યું હતું કે તેના ક્લાસ માં આવતો અને એલકેજી ક્લાસમાં અભ્યાસ કરતો અથર્વ સેન નામનો તોફાની આ વિદ્યાર્થી છે.

આ અથર્વ સેન નામનો બાળક જે ક્લાસ આવીને પોતાની મસ્તી કરતો હતો. જે બાદ શિક્ષિકા મેડમ વિશાખા ત્રિપાઠી એ અથર્વ ને પોતાની પાસે બોલાવી હતો. અને તે તેનાથી નારાજ હોય તેવી એકટીંગ કરી રહ્યા હતા. ત્યારબાદ અથર્વ નામનો બાળક મેડમ ને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે મેડમ ખૂબ જ સુંદર રીતે એક્ટિંગ કરીને ન માનવાની દેખાવ કરી રહ્યા હતા. જે બાદ આ શિક્ષિકા મેડમ એ જણાવ્યું હતું કે,

તે બધાને કહેવા માંગે છે કે પ્લીઝ ટીચર્સ બધા ના ગુરુ છે. તો તેમની જેમ જ વર્તન કરવું જોઈએ. તે કહે છે કે બાળકને જેટલું પ્રેમથી હેન્ડલ કરશો એ તેટલું પ્રેમથી તમારી સાથે વાતો કરશે અને તમારી વાતો સાંભળશે. આમ આ શિક્ષિકા મેડમ નો વિડીયો વાયરલ થઈ રહ્યા બાદ એમને કહ્યું હતું કે તેને નહોતી ખબર કે તેનો વડીયો આટલો બધો વાયરલ થઈ જશે. તે પોતાના જીવનમાં શિક્ષિક બન્યા નું ગૌરવ અનુભવે છે. અને અન્ય લોકોને પણ સલાહ આપે છે કે નાના બાળકની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *