India

આ છે મુકેશ અંબાણી ના ત્રણ વેવાઈ ! શું તે મુકેશ અંબાણી ને આપી શકે ટક્કર? જાણો કોણ છે સૌથી વધુ શક્તિશાળી?

Spread the love

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ હાલમાં થોડા દિવસો પહેલા રાધિકા મર્ચન્ટ સાથે થઈ હતી. જાણવા મળ્યું કે ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્ન કરી શકે છે. મુકેશ અંબાણી ના ત્રણ બાળકો પૈકી આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્ન થઈ ચૂક્યા છે. તો અનંત અંબાણી ના લગ્નની શરણાઈ થોડા સમયમાં વાગી શકે છે. આજે અમે તમને મુકેશ અંબાણીના ત્રણે વેવાઈ વિશે વાત કરીશું કે ત્રણેય લેવાય શાની સાથે સંકળાયેલા છે અને ત્રણેય વેવાઈ પૈકી કોણ સૌથી વધારે શક્તિશાળી અને અમીર છે.

પ્રથમ વાત કરીએ તો ઈશા અંબાણી ના સસરા અજય પીરામલ. અજય પીરામલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. પીરામલ ગ્રુપ વિશ્વના 30 દેશોમાં શાખાઓ ધરાવે છે. પિરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા હેલ્થ કેર અને ફાઇનાન્સિયલ સર્વિસ સાથે સંકળાયેલા છે. અજય પિરામલ તેની પત્ની સ્વાતિ પિરામલ, પુત્રી નંદીની પીરામલ અને ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ પિરામલ બોર્ડમાં સામેલ છે.

ફોર્બ્સ ની યાદી અનુસાર અજય પિરામલ પાસે આશરે 24,825 કરોડની સંપત્તિ છે. 67 વર્ષના અજય પીરામલ ભારતના અમીર વ્યક્તિઓમાં 62 મું સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાની વાત કરવામાં આવે તો શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા રોઝી બ્લુ કંપનીના એમડી છે. જેમની ગણતરી વિશ્વના ટોચના ડાયમંડ કંપનીઓ સાથે થાય છે. શ્લોકા મહેતાના પિતા ભારતના 26 શહેરોમાં 36 થી વધુ સ્ટોર્સ ધરાવે છે.

તેઓ બહાર દેશ માં હીરાના બિઝનેસ ધરાવે છે. રસેલ મહેતાની અંદાજિત નેટવર્ક રૂપિયા ત્રણ કરોડથી પણ વધુ છે. ત્યારબાદ અનંત અંબાણીના સસરા ની વાત કરવામાં આવે તો વિરેન મર્ચન્ટ હેલ્થ કેર કંપની એન્કરના સીઈઓ છે. તેમની સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ ધરાવે છે. સાથોસાથ પોતાના પિતાના બિઝનેસમાં પણ હાથ અજમાવે છે.

પરંતુ મુકેશ અંબાણી સામે તેના ત્રણેય વેવાઈ ટકી શકે નહીં કારણકે મુકેશ અંબાણી વિશ્વના આઠમા અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. દિન પ્રતિદિન તેવો પોતાની સંપત્તિમાં વધારો કરતા જાય છે. આમ મુકેશ અંબાણી અને તેના વેવાઈ ભારતના બિઝનેસમાં ખૂબ મોટો ફાળો ધરાવતા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *