આ અભિનેત્રી બીગ-બી ને મહીને આપે છે ૧૦-લાખ રૂપિયા ! કારણ જાણી ને સરકી જશે પગ નીચે થી જમીન, જાણો.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કે જેના દિવાના આખું ભારત અને વિશ્વમાં પણ ઘણા બધા લોકો છે. બોલીવુડમાં એક જમાનામાં અમિતાભ બચ્ચન ના નામનો ડંકો વાગતો કોઈ તેની બરાબરી કરી શકતું ન હતું. આજે પણ અમિતાભ બચ્ચન મુવી માં કામ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન અને તેનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો પરિવાર છે.
અમિતાભ બચ્ચન બોલીવુડના ધનિક વ્યક્તિઓમાંના એક છે. અરબો રૂપિયાની સંપત્તિના માલિક છે. મુંબઈમાં અનેક બંગલો આવેલા છે. કેટલાક બંગલો અમિતાભ બચ્ચને ભાડા ઉપર આપેલા છે. અમિતાભ બચ્ચનનો એક બંગલો મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલો છે. જે બંગલો અમિતાભ બચ્ચનને એક બોલીવુડની અભિનેત્રીને ભાડા ઉપર બે વર્ષ માટે આપેલો છે અને તેનું ભાડું એક મહિનાનું 10 લાખ big લે છે.
આ અભિનેત્રીનું નામ છે ક્રીતિ સેનન કે જેઓ અંધેરી પશ્ચિમમાં લોખંડવાલા રોડ પર અલ્ટનર્સ બિલ્ડિંગમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહે છે. જે એપાર્ટમેન્ટ અમિતાભ બચ્ચનનું છે. ક્રીતિ સેનન દ્વારા 16 ઓક્ટોબર 2021 થી 15 ઓક્ટોબર 2023 સુધી 24 મહિના માટે આ એપાર્ટમેન્ટ બીગ બી પાસેથી રેન્ટ ઉપર રાખેલું છે અને ક્રીતિ સેનન ત્યાં રહે છે. આ એપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો ઘરની સાથે ચાર પાર્કિંગ પણ ઉપલબ્ધ છે. તેનું એપાર્ટમેન્ટ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના 27 અને 28 ના માળ ઉપર છે.
ક્રીતિ સેનન ની વાત કરવામાં આવે તો તે પણ એક અભિનેત્રી છે. કોન બનેગા કરોડપતિ સિઝન 13 માં ક્રીતિ સેનન શોમાં આવી હતી. એ સમયે અમિતાભ બચ્ચન અને કૃતિ સેનન બંનેએ ડાન્સ પણ કર્યો હતો. આમ અમિતાભ બચ્ચને અભિનેત્રી કૃતિ સેન ને બે વર્ષ માટે મહિને 10 લાખ રૂપિયા ના રેન્ટ ઉપર પોતાનું એપાર્ટમેન્ટ ભાડે આપેલું છે. એક મહિનાનું ભાડું સાંભળીને લોકો પણ ચકિત રહી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!