India

10-રૂપિયા માં ચાર્જ થઇ 150-કિમિ નું અંતર કાપી શકે છે આ સાઇકલ એન્જીનીયરો ને આપી યુવાને માત,,જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ અને આપણો મગજ પણ કામ કરતું બંધ થઈ જાય. આપણા ભારતમાં મોટા મોટા એન્જિનિયરોની કોઈ કમી નથી. ખાસ કરીને એન્જિનિયરો પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને અવનવું કંઈક સાધન બનાવતા હોય છે.

પરંતુ ગામડામાં એવા લોકો રહે છે કે જે પોતે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરવામાં સફળ તો થતા નથી. પરંતુ વગર અભ્યાસ કરે એવા એવા સાધનો અને વસ્તુઓ બનાવી દે છે કે એન્જિનિયરોને પણ પાછા પાડી દેતા હોય છે. આજકાલ પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. એવામાં એક વ્યક્તિએ એવી સાયકલ બનાવી કે જે સામાન્ય લોકો આનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક ગામડાનો યુવાન કે જે પોતાની એક અનોખી સાયકલ લઈને બધી માહિતી આપી રહ્યો છે. તે પોતે જણાવે છે કે તેને આ વાહન તેને જાતે બનાવ્યું છે અને આ વાહનનો બનાવવાનો ખર્ચ 10000 થી લઈને 12,000 સુધીનો તેને જણાવ્યો હતો. તેને કહ્યું કે એક વાર ચાર્જ કર્યા પછી તેનું આ વાહન 150 કિલો મીટર સુધી સફર કરી શકે છે અને તેને એવો દાવો પણ કર્યો કે તેને ચાર્જ કરવાનો ખર્ચ માત્ર ₹10 નો જ થાય છે.

આવું અનોખું વાહન જોઈને લોકો ખૂબ જ ચોકી ઉઠ્યા છે. આ વાહનનો ફાયદો એ છે કે એમાં માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ તેની પાછળ પાંચ લોકો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરેલી છે. સાયકલને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. યુવાનના મગજને ખરેખર લોકો વખાણી રહ્યા છે. ભારતમાં આવા ટેલેન્ટ ની કોઈ કમી પણ નથી લોકો વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવી દેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *