ઢોલના તાલ ઉપર આ હાથી રાજાએ રસ્તા વચ્ચે કર્યો ધમાકેદાર ડાન્સ ! અંતે ખબર પડી કે આ હાથી તો…જુઓ વીડિયોમાં
આજ સુધી તમે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના ડાન્સ જોયા જ હશે, જેમાં તમે ક્યારેક ભાભી, ક્યારેક ભાઈ, ક્યારેક કાકા અને ક્યારેક આન્ટીને ડાન્સ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય હાથીને ડાન્સ કરતા જોયા છે? જવાબ ચોક્કસપણે ના હશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આવો તમને આ વિડીયો વિષ વિગતે જણાવીએ.
આ વીડિયોમાં એક હાથી ઢોલની ધૂન પર નાચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને થોડા જ કલાકોમાં 7 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ વાયરલ વિડિયોમાં, આ હાથી, ચારે બાજુથી લોકોથી ઘેરાયેલો હતો, તેણે ઢોલ નગારા વગાડતા જ આનંદથી નાચવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, હાથી રાજા સંપૂર્ણ રીતે શણગારેલા જોવા મળ્યા, જાણે ત્યાં કોઈ તહેવાર અથવા ઉજવણી કરવામાં આવી રહી હોય.
વીડિયોમાં હાથીની આસપાસ ઉભેલા લોકો પણ તેની સાથે ડાન્સ કરી રહ્યા છે. કંઈ પણ બોલો, વીડિયોમાં હાથીનો ડાન્સ જોઈને તમે પણ તેના વખાણ કરતા રોકી શકશો નહીં. ડાન્સ ઉપરાંત હાથી રાજા પોતે પણ ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહ્યા છે. હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે.’ લોકોએ આ વીડિયો પર ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે ‘હાથીને આ રીતે ડાન્સ કરતા જોવો એ પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ છે.’
Only Sanatan Culture can keep animals happy. pic.twitter.com/5ObF0LqOsF
— Eminent Woke (@WokePandemic) February 2, 2024