India

IAS બનવાનું સપનું જોનાર આ યુવતી પ્રથમ પ્રયાસ માં ફેલ રહી. ત્યારબાદ પાછળ વળી ને જોયું નહીં અને આજે તે, જાણો કહાની.

Spread the love

આપણા ભારત દેશમાં વસતા લગભગ ઘણા બધા યુવાનો નું સપનું એવું હોય છે કે તે ભારતની સૌથી અઘરી પરીક્ષા એવી યુપીએસસી પાસ કરે. આ માટે તે તનતોડ મહેનત કરતા હોય છે. આ લોકો યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ તે લોકોને કહાની લોકો માટે પ્રેરણાદાયક સાબિત થતી હોય છે. એવી જ એક કહાની હાલ સામે આવી છે. જેમાં એક યુવતીએ યુપીએસસી પરીક્ષા પાસ કરીને પોતાનું સપનું પૂરું કર્યું હતું.

આ બાબતે તેના પોતાની કહાની કહી હતી. આ કહાની અનુપમા અંજલી નામની યુવતીની છે. કે જેને મિકેનિકલ એન્જિનિયર માં સ્નાતક કરેલું છે. તેને પ્રથમ પ્રયાસે યુપીએસસી પરીક્ષા પાસ કરવામાં સફળતા મળી ન હતી. પરંતુ ત્યારબાદ તેને પાછળ વળીને જોયું નહીં. અને બીજા પ્રયત્ને યુપીએસસીની સફળતા પ્રાપ્ત કરી હતી. હાલ અનુપમા અંજલિ 2018 બેન્ચના આઈએએસ અધિકારી છે. અનુપમા અંજલી કહે છે કે વિદ્યાર્થીઓને તૈયારી કરતી વખતે કંટાળો આવે એ એક સ્વાભાવિક વાત છે.

પરંતુ તેને વચ્ચે વચ્ચે થોડો બ્રેક લઈને થોડો વિરામ કરવો જોઈએ. અને મગજને ફ્રેશ રાખવો જોઈએ. જેનાથી તેમના ઉત્સાહમાં વધારો થશે. તે કહે છે કે માનસિક કંટાળો ન આવે તે માટે શારીરિક કસરત અને ધ્યાન ધરવું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જે પોતાના મગજને સકારાત્મક રાખવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. અનુપમા વિશે વાત કરીએ તો તે વર્ષ 2018 માં યુપીએસસી પાસ કરીને સમગ્ર ભારતમાં 386 મો રેન્ક મેળવીને આઈએએસ બની ચૂકી છે.

તેનું પ્રથમ પોસ્ટિંગ આંધ્રપ્રદેશ કેડરમાં મળ્યું હતું. જે માં તેને ગુંટુર જિલ્લાના જોઈન્ટ કલેકટર તરીકે ની ફરજ મળી હતી. અનુપમા અંજલી ગરીબ બાળકોને ખૂબ જ મદદ કરે છે. અનુપમા અંજલીના પિતા આઈ પી એસ ઓફિસર છે. જે ભોપાલમાં પોસ્ટેડ છે. અનુપમા અંજલી પોતાની જાતને ખૂબ જ સકારાત્મક રાખવાનું વલણ ધરાવે છે. તે કહે છે કે તમે તમારા નકારાત્મક વિચારો પર કાબુ મેળવ્યા વિના સફળતા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો તમારી જાતના સતત પ્રોતસાહિત કર્યા રાખવું જોઈએ.

તે કહે છે કે તેના તેની સવાર દરરોજ મેડીટેશન થી થાય છે. તે કહે છે કે તે દિવસમાં ગમે તેટલી વ્યસ્ત ભલે રહેવાની હોય પરંતુ સવારે થોડો ટાઈમ મેડીટેશન અને કસરતને આપે છે. તે ધ્યાન ધર્યા પછી ચા સાથે એકલા બેસીને સેલ્ફ ટોક કરીને પોતાની જાતને પ્રોત્સાહિત રાખવાનું કામ કરે છે. તે પોતાના જીવનમાં કસરત, ધ્યાન વગેરેને ખૂબ જ મહત્વ આપે છે.

તે કહે છે કે આવી રીતના તૈયારી કરવાથી આપણું શારીરિક અને માનસિક મનોબળ ખૂબ જ મજબૂત થતું હોય છે. અંજલઈ એ મિકેનિક એન્જિનિયરમાં બીટેક ની ડિગ્રી મેળવીને યુપીએસસી ની તૈયારી શરૂ કરી હતી. આમ આજે અનુપમા અંજલઈ એ ખૂબ જ મહેનત કરીને પોતાની સફળતાના શિખરો પાર કરી ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *