Gujarat

આ જવાને ખાખી નો રંગ રાખ્યો ! એક લાઠી ના સહારે એકલા જ પાંચ લૂંટારુઓ સાથે બાથ ભીડી ને 22-લાખ ની ચોરી અટકાવી..

Spread the love

આપણી ગુજરાત પોલીસની કામગીરી ખરેખર કાબિલેતારીફ હોય છે. કારણ કે પોલીસ ગમે તે સંજોગોમાં લોકોની મદદથી આવી જતા હોય છે. પૂરની હાલત હોય કે પછી કોરોના કાળ હોય પોલીસ ખડે પગે લોકોની સેવા સેવા કરતા હોય છે. એવામાં અંકલેશ્વરની એક યુનિયન બેન્કમાંથી એક જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલે 22 લાખની ચોરી થતા અટકાવી હતી. માત્ર એક કોન્સ્ટેબલે એક લાઠીના સહારે પાંચ લૂંટારો સાથે બાથ ભીડી હતી.

વધુ વિગતે જાણીએ તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગુરુવારે સાંજે ચાર વાગે ની આસપાસ બેંક ની અંદર લૂંટના બહાને લૂંટારુઓ દાખલ થયા હતા. ત્યારે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા કે જે બેંકની સામેની દુકાને કઈ વસ્તુ લેવા ગયા હતા. ત્યારે તેને આ લૂંટારોને માસ સાથે જોયા હતા. કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા ને શંકા જતા તે તેની પાછળ બેંકમાં ગય. પરંતુ જેવો તે બેંકમાં અંદર ઘૂસે કે તરત જ લૂંટારો બેંકમાંથી પૈસા લૂંટીને બહાર આવી ગયા હતા.

એવામાં ધર્મેન્દ્રસિંહ ઝાલાએ લૂંટારો ને રોકી રાખ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર એક લાઠીનો સહારો હતો. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આ બાબતે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, શંકા ને આધારે તે લૂંટારો અને બેંકમાં ઘુશતા જોઈને તે તેની પાછળ ગયા હતા. એવા માં તે લોકો બેંકમાંથી લૂંટ કરીને બહાર આવ્યા. તો તેની સામે તેનો ભેટો થઈ ગયો. તે જણાવે છે કે તેની પાસે માત્ર લાઠી જ હતી. અને લૂંટારોને પાસે હથિયારો હતા. તે જણાવે છે કે તેને અચાનક લુટારો માંથી એક એક કટ્ટો કાઢ્યો. અને તેને ધમકી આપવા લાગ્યો કે માર દુંગા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું કે તમે લોકો સરેન્ડર કરી દો કારણ કે પોલીસે તમને ઘેરી લીધા છે.

એવામાં ધર્મેન્દ્રસિંહ ઝાલા ને ખ્યાલ ના આવ્યો કે તેની પાછળથી બીજા બે લુટારોએ તેમને માથા પર કટ્ટો મારી દીધો. ત્યાં ધર્મેન્દ્રસિંહ ઝાલા થોડા સમય માટે જમીન પર પડી ગયા. અને તરત જ બેઠા થઈને લુંટારોને પાછળ દોડવા લાગ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા તેની પાછળ જતા હતા કે તે લોકોની બાઈક એક બીજી બાઈક સાથે અથડાઈ ગઈ. અને પૈસા ભરેલી બેગ ત્યાંથી નીચે પડી ગઈ. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પૈસા ભરેલી બેગ તેની પાસેથી ઝૂંટવી લીધી અને બેંકની અંદર મૂકી આવ્યા. ત્યાર પછી તેને બીજા પોલીસ અધિકારીઓને જાણ કરવાની શરૂ કરી દીધી.

ધર્મેન્દ્રસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે તે લોકોએ તેના ઉપર ફાયરિંગ પર કરી હતી. પરંતુ એક મિસ થઈ ગયું હતું. અને બાકીનું એક ક્યાં ગયું ફૂટ્યું કે નહીં તે તેને કઈ જ ખ્યાલ ન હતો. તે જણાવે છે કે આ ઘટના ગુરુવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા ને તે લોકો લૂંટારો ધમકી આપતા રહ્યા પરંતુ ધર્મેન્દ્રસિંહ ઝાલા નીડર રહીને તેની સામે બાથ ભરી ગયા હતા. અને 20 લાખ રૂપિયા ની ચોરી થતા અટકાવી હતી. આમાં પોલીસ કોન્સ્ટેબલને ખરેખર ધન્ય છે.

ધર્મેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર ના રહેવાસી છે અને તેમના નાનાભાઈ દીપેન્દ્રસિં પણ પોલીસ કોન્સ્ટેબલમાં રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા પહેલા એલસીબી પોલીસ અને સાયબર સેલમાં પણ ફરજ બચાવી ચૂકેલા છે. બાકીના પોલીસ અધિકારીને જાણ કર્યા બાદ તેમાંથી એક લૂંટારો હાથે ચડી ગયો હતો. ત્યારબાદ તેના મોબાઈલમાંથી બધી માહિતી મેળવીને અન્ય ચાર લૂંટારો અને પણ પકડવામાં આવ્યા હતા. એક લાઠીના સહારે ધર્મેન્દ્રસિંહ ઝાલા કોન્સ્ટેબલે પાંચ લૂંટારુઓ સાથે બાથ ભીડી ને ખરેખર ખાખીનો રંગ રાખ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *