Entertainment

આ ઘોડ઼ો તો બાકી ભારે ગુસ્સા વાળો હો!! જે પણ મળ્યું એને પોતાની લાતો થી વધાવ્યા.. જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણીવાર જાનવરો ના એવા અજીબો ગજબ વિડીયો જોવા મળી જાય છે કે જે જોઈને આપણે હસી રોકી શકતા નથી. એમાં પણ ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા એવા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જેમાં ઘણા ખૂંખાર જાનવરો ના વિડીયો જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ વાર એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે ય જાનવરો પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે

તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ , ઘોડા અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, મસ્તીખોર , ભાવુક અથવા લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે.જે વિડીયો જોઈને ઘણીવાર આપણે ડરી જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી ને કંટ્રોલમાં કરવી મુશ્કિલ થઈ જતી હોય છે.ત્યારે આ વચ્ચે જ ઘોડા નો એક વિડીયો સોશિયલ મીડિયા ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.જે વિડીયો જોયા બાદ લોકો પોતાનું પેટ પકડી ને હસવા માટે મજબૂર થઈ ગયા છે.

વાસ્તવમાં આ વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક તબેલા જેવુ લાગી રહ્યું છે જ્યાં સફેદ રંગ ની ઘોડીને બંધવામાં આવી છે અને તે તબેલા પાસેથી જ એક વ્યક્તિ પોતાના કાળા રંગના ઘોડા ને લઈને પસાર થાય છે ત્યારે પસાર થઈ રહેલ વ્યક્તિ થોડીવાર માટે તબેલા ના માલિક સાથે વાત કરવા ઊભો રહી જાય છે તે સમયે જ ઘોડો પણ તે તબેલાની અંદર રહેલ ઘોડી સાથે નેનમટકકા કરવા માટે ઊભો રહી જાય છે જ્યાં પહેલા તો આ ઘોડો પ્રેમ થી અંદર ઊભેલી ઘોડીની સાથે માથું નીચું કરીને ઊભો રહી જાય છે.

પરંતુ ત્યાર પછી ખબર નહીં તે ઘોડા ને શું આફરો ચડે છે કે તે ઘોડી પર પોતાનો ગુસ્સો દેખાડવા લાગી જાય છે અને ગુસ્સામાં જ એ ઘોડી પર માથું પછાડવા લાગી જાય છે અને લાતો નો વરસાદ વરસાવવા લાગી જાય છે. આ જોઈને તેનો માલિક તે ઘોડા ને લઈને ત્યાથી ચાલતો થઈ જાય છે. આ વિડીયો જોયા એમ લાગી રહ્યું છે કે આ ઘોડો અને ઘોડી બંને પ્રેમીઓ છે અને પોતાની ઘોડીને જતાં પહેલા તો ઘોડો પોતાનો પ્રેમ વરસાવે છે પરંતુ ઘડીક થાય છે ત્યાં જાણે ઘોડી તેને કોઈ વાત થી ચીડવ્યો હોય એમ તે ઘોડો ગુસ્સે થઈ જાય છે અને તેના પર લાતો વરસાવવા લાગી જાય છે. ખરેખર આ વિડીયો જોયા બાદ ઘણા લોકો ખડખડાટ હસી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by nr_dragon (@nrdra_gon)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *