આ છે સ્ત્રી નાગાસાધુ. સ્ત્રી નાગા સાધુ અને પુરુષ નાગા સાધુ વચ્ચે ફર્ક એટલો કે પુરુષ નાગા સાધુ નગ્ન, જાણો વિગતે.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ ઘણા બધા લોકો એવા હોય છે કે જે સંસારનો ત્યાગ કરીને પોતાના ઘર પરિવારનો ત્યાગ કરીને સાધુઓનું જીવન જીવવા લાગે છે. પરંતુ સાધુઓનું જીવન જીવતા પહેલા તેઓને ઘણી બધી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. જૂનાગઢમાં ભરાતા મેળામાં આપણે સૌ લોકોએ પુરુષ નાગા સાધુ ને તો જોયા જ હશે કે જેવો સાવ નગ્ન અવસ્થામાં ફરતા હોય છે.
પરંતુ આજે અમે તમને સ્ત્રી નાગા સાધુઓ વિશે થોડી ઘણી માહિતી આપીશું. સ્ત્રી નાગા સાધુ અને પુરુષ નાગા સાધુ વચ્ચે માત્ર તફાવત એટલો છે કે પુરુષ નાગા સાધુઓ સંપૂર્ણપણે નગ્ન રહે છે. જ્યારે સ્ત્રી નાગા સાધુઓ તેમના શરીરને કેસરી રંગના કપડાથી ઢાંકે છે. સ્ત્રી નાગા સાધુઓને પણ પુરુષ નાગા સાધુઓ જેટલું જ સન્માન આપવામાં આવે છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો સ્ત્રીઓને નાગા સાધુ બનતા પહેલા સાબિત કરવું પડે છે કે તે સંપૂર્ણપણે ભગવાન એને સમર્પિત છે.
તેના જીવનમાં ભોગવિલાસ, સુખો પ્રત્યે કોઈ લાગણી હવે રહી નથી. ત્યારબાદ સવારે નદીમાં સ્નાન કર્યા પછી પવિત્ર થયા પછી સ્ત્રી નાગા સન્યાસીઓની પ્રથા શરૂ થાય છે. અવધૂતની માં આખો દિવસ ભગવાનનું જપ કરે છે. સવારે વહેલા ઊઠીને શિવની પૂજા કરે છે અને સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે. સ્ત્રીઓને નાગા સાધુ બનતા પહેલા સ્ત્રી સાધુએ તેનું પિંડદાન કરવું પડે છે અને પાછલા જીવન ને છોડી દેવું પડે છે.
સ્ત્રીઓને નાગા સાધુ બનાવતા પહેલા તેના પાછલા જીવનની માહિતી મેળવવામાં આવે છે. જેથી જાણી શકાય કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે કે નહીં અને તે સાધના કરી શકશે કે કેમ. સ્ત્રીઓને પહેરવામાં આવતા ભગવા રંગના કપડા કોઈ સીવેલા કપડા હોતા નથી પરંતુ તે આખું કાપડ હોય છે જેને ગાંઠ મારીને સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવે છે. નાગા સાધુઓ બનતા પહેલા મહિલાએ 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે. ત્યારબાદ તેના ગુરુ દ્વારા તેને નાગા સાધુ બનવાની પરવાનગી આપવામાં આવે છે.
સ્ત્રીઓને નાગા સાધુ બનાવતા બાદ તેમના કપાળ ઉપર તિલક કરવામાં આવે છે અને માત્ર ભગવા રંગના કપડા પહેરવામાં આવે છે. આમ સ્ત્રીઓને નાગા સાધુ બન્યા બાદ તેની દિનચર્યા ખૂબ જ મુશ્કેલ હોય છે અને ઘણી બધી મુશ્કિલ પરિસ્થિતિમાં રહેવું પડે છે. છતાં પણ લોકો ભગવાનને સમર્પિત થઈ જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!