આ છે લેડી સિંઘમ! હજારો ની સંખ્યામાં ચેન સ્નેચરો ને કોલર પકડી લીધી અને ઢીબી નાખ્યા ત્યારબાદ તો તેને, જાણો વિગતે.
રોજબરોજ ચોરી, લૂંટફાટ, હત્યા, આત્મહત્યા વગેરેની ઘટનાઓ સામે આવતી હોય છે. આજકાલ લોકોને કોઈ જાત મહેનત કર્યા વગર ચોરી અને લૂંટફાટ કરીને પૈસાદાર થવું હોય છે અને એસો આરામની જિંદગી જીવવી હોય છે. આ માટે ખૂબ જ ચોરી, લુંટફાટ કરતા હોય છે. પરંતુ આવા લોકો ક્યારેક ઝડપાઈ પણ જતા હોય છે અને ત્યારબાદ તેને કડકમાં કડક સજા કરવામાં આવતી હોય છે.
આવી જ એક ઘટના બિહારમાં બની હતી. જ્યાં દશેરાના દિવસે દુર્ગા પૂજા નો કાર્યક્રમ હતો. એ સમયગાળા દરમિયાન બે યુવકો આવ્યા અને હજારો લોકોની ભીડમાંથી એક યુવતી નો ચેન ખેંચીને લઈ જતા હતા. પરંતુ યુવતીને આ વાતની ભનક લાગી ગઈ માટે તેને ઝડપી લીધા હતા અને જાહેરમાં માર માર્યો હતો.
વિગતે વાત કરીએ તો બિહારના મુંગેર માં આ ઘટના બની હતી. જાણવા મળ્યું કે બાટા ચોકની પાસે દુર્ગા મહારાની શાદી પૂરની આરતી થઈ રહી હતી. જ્યાં હજારો લોકો ભક્તો ઉમટી પડ્યા હતા. આ આરતીમાં બિહાર રાજ્યના ભાગલપુર થી મુંગેર ના મેળામાં એક યુવતી પૂજામાં આવી હતી. જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવતીના ગળામાંથી બે ચેન સ્નેચરોએ સોનાનો ચેન ખેંચવાની કોશિશ કરી હતી યુવતી ને આ વાતની જાણ થતા તે તરત પાછળ ફરી તો તેનો ચેન ખેંચીને બે લોકો ભાગી રહ્યા હતા.
અને યુવતીએ સાહસ બતાવીને તે બંને યુવકોને પકડી પાડીયા હતા. ત્યારબાદ તેને જાહેરમાં માર્યો હતો અને બંનેની કોલર પકડીને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનને લઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે કહ્યું કે બંને આરોપીઓ પૈકી એક યુવાન નૌવાગઢી મુંગેર જિલ્લા રહેવાસી અને બીજો યુવક ખગડિયા જિલ્લાનો રહેવાસી છે. બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!