ભગવાન ધરતી પર નહીં પહોંચી શક્યો હોય ત્યારે તેણે પોપટભાઈ જેવા વ્યક્તિ ને સેવા અર્થે ધરતી પર મોકલ્યા હશે. વિડીયો જોઈ રડી પડશે.
આજે દિન પ્રતિદિન મોંઘવારીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને લોકોને બટકું રોટલો પણ ખાવા મળતો હોતો નથી. એવામાં કેટલાક લોકો એવા હોય છે કે જે બહારના રાજ્યોમાંથી આપણા ગુજરાતમાં કામ ધંધા અર્થે આવતા હોય છે અને કઈ ને કંઈ કામ ધંધો કરતા હોય છે. પરંતુ આવા લોકો ક્યારેક એવી મુસીબતમાં મુકાઈ જતા હોય છે કે જેની તે લોકોએ કલ્પના પણ કરી ના હોય.
એવા જ એક વ્યક્તિ ની કહાની આજે અમે તમને કહાની જણાવીશું. આજે ગુજરાતમાં પોપટભાઈ ના નામથી કોઈ વ્યક્તિ અજાણ નહીં હોય. પોપટભાઈ એક એવા વ્યક્તિ છે કે જે પોતાનું એક ગ્રુપ ચલાવે છે. જેમાં નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થાથી માંડીને તમામ શક્ય વ્યવસ્થાઓ કરી દેતા હોય છે અને પોપટભાઈ જે કામ કરી રહ્યા છે તે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. તે અનેક લોકો રસ્તા પર રખડતા ભટકતા હોય કે પછી જેનો કોઈ આધાર ન હોય તે લોકોના મોઢા ઉપર સ્મિત લાવી દેતા હોય છે.
અને એવું એવું કામ કરતા હોય છે કે જે ખરેખર ભગવાનનું સ્વરૂપ જ માની શકાય. ભગવાન જ્યારે અહીં પહોંચી નહીં શક્યો હોય ત્યારે ત્યાં પોપટભાઈ જેવા વ્યક્તિને સેવા અર્થે મોકલ્યા હશે. હાલમાં એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોપટભાઈએ એક વ્યક્તિની એવી સેવા કરી કે જાણીને તમારી આંખ પણ ભીની થઈ જશે. એક રઝડતો ભટકતો વ્યક્તિ રોડ પર ચાલીને જતો હતો. તે વ્યક્તિનું નામ છે ગોવિંદજી. આ ગોવિંદજી ની બધી માહિતી કોઈ વ્યક્તિ પોપટભાઈ ને આપી હતી અને પોપટભાઈ તેની મદદ અર્થે દોડી આવ્યા હતા.
ત્યારે પોપટભાઈ એ આ વ્યક્તિને જોયું તો તે સાવ લગર વગર હતો. તેને બધી વાત કરી ગોવિંદજીએ કહ્યું કે તે બહારના રાજ્યમાંથી ગુજરાત આવેલા છે અને તેનું પરિવાર બહારના રાજ્યમાં રહે છે. તેની પાસે જમવાના કે જવાના પૈસા ન હોવાને લીધે તે પગપાળા જ પોતાના વતન જઈ રહ્યો હતો. આ વ્યક્તિને જોતા જ ખ્યાલ આવી ગયો હતો કે આ વ્યક્તિને પૂરતું જમવાનું પણ મળતું ન હતું અને કેટલા સમયથી તે નહાયો પણ ન હતો.
આથી પોપટભાઈએ સૌથી પહેલા તેને પોતાના હાથે તેના વાળ કાપી દીધા અને ત્યારબાદ તેને પોતાના હાથે નવરાવ્યો હતો અને ત્યારબાદ તેને સારા કપડાં પહેરાવ્યા હતા. અને તેને કહ્યું હતું કે અમે તમારી બનતી બધી જ મહેનત કરીશું અને તમને તમારા વતન સુધી પહોંચાડવામાં શક્ય એટલી મદદ કરીશું. આમ પોપટભાઈ એ આ વ્યક્તિની સેવા કરીને ખૂબ જ એક સારું કામ કર્યું હતું. પોપટભાઈ ના આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે. ખરેખર પોપટ ભાઈ ના કામને ધન્ય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!