આ છે માયાભાઇ આહીર નું આલિશાન-વૈભવી જીવન ! લક્સરીયસ કારો થી લઇ આલીશાન ઘર ની સજાવટ એવી કે, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો છે. ડાયરાના કલાકારોમાં ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત એવા માયાભાઈ આહીર જેનું નામ ડાયરામાં ખૂબ જ મોટું છે. આજે અમે તમને માયાભાઈ આહીર વિશે થોડી ઘણી વાતો જણાવીશું અને માયાભાઈ આહીર આજે કેવું વૈભવી જીવન જીવે છે તેની કેટલીક તસવીરો બતાવીશું. માયાભાઈ આહીર ની વાત કરવામાં આવે તો તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ કુંડવી ખાતે થયો હતો.
તેમના પરિવાર નું મૂળ વતન બોડવી હતું પરંતુ તેમના મામા અને પિતાએ કુંડવી ખાતે જમીન લીધી હતી આથી તે લોકો ત્યાં રહેવા આવી ગયા હતા. તેમના પિતાને લોકો ભગત કહીને બોલાવતા હતા. કુંડવી ખાતે કોઈપણ સાધુ સંત આવે તો માયાભાઈ આહીર ના ઘરે ઉતારો આપવામાં આવતો હતો. પિતાજીને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાના શોખ હતો. માયાભાઈ આહીર ના અભ્યાસની વાત કરીએ તો તેમણે પ્રાથમિક શિક્ષણ કુંડવી ખાતે લીધું હતું.
દરરોજ 1.5 km જેટલો રસ્તો ચાલીને કાપતા હતા અને આગળનું શિક્ષણ બોરડા ગામે લીધું હતું. ત્યારબાદ ધોરણ 10 સુધીનો અભ્યાસ ભાવનગર જિલ્લાની આલફ્રેડ સ્કૂલમાં કર્યું હતું. માયાભાઈ આહિરે પોતાના જીવનમાં અનેક સાહિત્યિક પુસ્તકો વાંચ્યા છે અને સાહિત્ય બાબતે આજુબાજુમાં રહેલા છે. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ હોવાને લીધે તેઓએ 1990 97 માં ટ્રેક્ટર ચલાવીને ઘરનું ગુજરાત ચલાવ્યું હતું.
સખત મહેનત કરીને માયાભાઈ આહીર ખૂબ મોટું નામ બનાવી ચૂક્યા છે. જ્યારે પણ માયાભાઈ આહીરના કાર્યક્રમ હોય ત્યારે હજારોની સંખ્યામાં ભીડ ઉપસ્થિત થતી હોય છે. માયાભાઈ આહીર કલાક કલાક સુધી ડાયરા ના કાર્યક્રમો આપી શકે છે અને લોકોને મન્ત્રમૂગ્ધ કરી દે છે. તેમને અનેકન ડાયરાના કાર્યક્રમો આપે છે. અને તેમની બોલવાની રીત અને ડાયરાની રીત થી લોકો ને ખુબ મજા કરાવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!