આ છે ઊંધિયા પીર ની જગ્યા ગમે તેવી ઉધરસ હોય માત્ર ગાંઠિયા ની માનતા રાખો એટલે ઉધરસ મટી જાય છે ગુજરાત મા,
આપણો ભારત દેશ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે. ભારત દેશમાં વસવાટ કરતા દરેક લોકો ભગવાન માં માનનારા લોકો છે. ભારત દેશમાં અનેક ધર્મના લોકો વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે લોકો પોત પોતાના ધર્મમાં માનનાર લોકો છે. લોકો એકબીજાના ધર્મનું માન પણ કરે છે. આપણા ગુજરાતમાં પણ આવા ધર્મના લોકો વસે છે. આપણે આપણા ધર્મના ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા અને આસ્થા રાખતા હોઈએ છીએ.
ઘરમાં કોઈને કાંઈ પણ માંદગી થઈ હોય તો ભગવાન પાસે માનતા પણ કરતા હોઈએ છીએ. ગુજરાતમાં પણ ઘણી બધી એવી જગ્યા આવેલી છે કે જ્યાં માનતા રાખવાથી માંદગી દૂર થઈ જાય છે. એવી જ એક જગ્યા ની વાત કરવામાં આવે તો રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલા એક ઊંધિયા પીરની જગ્યા ઉપર જો કોઈ પણ વ્યક્તિને ઉધરસ થઈ હોય અને ત્યાં જઈને જો ગાંઠિયાની માનતા રાખવામાં આવે તો ગમે તેવી ઉધરસ લોકોને મટી જતી હોય છે.
વધુ વિગતે વાત કરીએ તો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સિહમોઈ માતાનું મંદિર આવેલું છે. તેની બાજુમાં એક ઊંધીયા પીર ની જગ્યા આવેલી છે. જ્યાં ઘણા બધા લોકો માનતા પૂરી કરવા આવે છે. આ જગ્યાની ખાસિયત એ છે કે જો કોઈ પણ વ્યક્તિને ઉધરસ થઈ હોય અને જો ઉધરસ મટતી જ ના હોય તો ઊંધિયા પીરની ગાંઠિયાની માનતા રાખતા ની સાથે જ ઉધરસ મટી જતી હોય છે.
આ બાબતે પાંચતલાવડા ગામના વિજયભાઈ જાદવે વાત કરી હતી તેને કહ્યું હતું કે તેના દીકરાને ઘણા સમયથી ઉધરસ થઈ ગઈ હતી આથી તેને ઊંધીયા પીરની માનતા રાખી હતી અને તે ત્યાં ગાંઠિયા ધરવા માટે આવ્યા હતા. વિજયભાઈ જાદવ જણાવે છે કે ઊંધિયા પીરને ગાંઠિયા ધર્યા બાદ તે ઘરે લઈ જઈ શકાતા નથી તેને ત્યાં જ લોકોની વચ્ચે પ્રસાદી સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે. આમ આ જગ્યાની આ એક અનોખી ખાસિયત જોવા મળે છે. લોકો દૂર દૂરથી માનતા પૂરી કરવા આવતા હોય છે અને ઉધરસ મટી જતા લોકો દર્શન કરવા પણ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!