આ છે વિજય સુવાળા ની ધર્મપત્ની ! એવી કે મોટી- મોટી અભિનેત્રી પણ પડે તેની સામે ફિક્કી, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતમાં લગ્નનો માહોલ ખૂબ જોરશોર થી ચાલી રહ્યો છે. મોટા મોટા સેલિબ્રિટીઓ અને સામાન્ય લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ગુજરાતના કલાકારો પણ લગ્નના બંધનમાં બંધાઈને પોતાના લગ્નજીવનની શરૂઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય સુવાળા કે જેના લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સુવાળા એવા વ્યક્તિ છે કે જેવો દિવસેને દિવસે પોતાની નામના માં વધારો કરી રહ્યા છે.
અને ગીતો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. વિજય સુવાળા ની વાત કરવામાં આવે તો તેઓ હાલ અમદાવાદમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો હતો. પરંતુ તેમનું મૂળ ગામ મહેસાણા તાલુકાના કડી જિલ્લાનું સુવાળા ગામ છે. તેઓએ તેમના ગામના નામ ઉપરથી તેમની અટક રાખેલી છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ કલાકારના પ્રોફેશનમાં જોવા મળે છે. વિજય સુવાળા ના લગ્નની કેટલીક તસવીરો સામે આવેલી છે.
જેમાં ખૂબ જ આલીશાન અને ભવ્ય રીતે તેઓએ લગ્નનું આયોજન કર્યું હતું. વિજય સુવાળા ના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેઓએ નાનપણથી જ શાળામાં ગીતો ગાવાનું અને પ્રાર્થનાઓ કરવાની શરૂ કરી હતી ત્યારથી જ તેમના શિક્ષકો અને ઘરના લોકો પ્રોત્સાહિત થયા હતા અને ધીમે ધીમે તેઓ આ કલાકારીમાં આગળ વધતા ગયા હતા. વિજય સુવાળા એ પોતે જ કહેલું છે કે ગીતો ગાવા માટે તેઓએ કોઈ ક્લાસ કે કોઈ તાલીમ લીધેલી ન હતી.
અને તેમણે મણીરાજ બારોટ જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારો ના ગીત સાંભળી સાંભળીને પ્રેક્ટિસ ચાલુ રાખી હતી અને ત્યારબાદ તેમણે તેમના મોટા બાપા ના રાસ ગરબાના આયોજન દરમ્યાન તેમણે ગરબા ગાયા હતા અને ત્યારથી જ તેમની લોક ચાહના વધી ગઈ હતી. તેઓના અંગત જીવનની વાત કરવામાં આવે તો વિજય સુવાળા ના પરિવારમાં તેમના ધર્મપત્ની વિજય સુવાળા ના માતા પિતા અને ત્રણ ભાઈઓ સામેલ છે. વિજય સુવાળા ના પિતા બિલ્ડરનું કામ કરે છે વિજય સુવાળા અનેક ધાર્મિક સ્થળોએ ફરવાનું ખાસ પસંદ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!