વર્તમાન સમયનો ગુજરાતી સંગીત જગતનો યુવા સ્ટાર છે આ બાળક, વિડીયો જોઈને ઓળખી બતાવો કોણ છે !! આટલી નાની ઉંમરમાં સ્ટેજ પર ” ધૂણી રે ધખાવી…
હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકપ્રિયગાયક કલાકારનો બાળપણનો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આ બાળ કલાકાર ” ધૂણી રે ધખાવી ” ભજન ગાય છે. આ બાળક કલાકાર આજના સમયમાં ગુજરાતના લોકપ્રિય યુવા કલાકાર તરીકે નામના ધરાવે છે. શું તમે જાણો છો આ બાળ કલાકાર કોણ છે? ચાલો અમે આપને જણાવીએ કે આ બાળ કલાકાર કોણ છે?
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ વિડીયોની ચર્ચા થઇ રહી છે કારણ કે આ બાળ કલાકારનો અવાજ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બાળ કલાકાર બીજું કોઈ નહીં પણ ગોપાલ સાધુ છે. ગોપાલ સાધુએ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરીહતી. તમને જણાવી દઈએ કે, ગોપાલ સાધુનો જન્મ વિરમગામ તાલુકાનું ખુડદ ગામમાં ગોપાલ સાધુનો જન્મ થયો થયેલો.
સૌથી ખાસ વાત એ છે કે, સંગીતનો વારસો તેમના દાદા ભીખુરામ સાધુ પાસેથી મળ્યો છે, તેમાં દાળ પણ ભજનિક હતા અને બાળપણ થી જ તેમના દાદાએ ગોપાલ સાધુને ભજનો ગાતા શીખવ્યું અને નાની ઉંમરે દાદા સાથે ગોપાલ સાધુ લોક ડાયરાઓ અને સંતવાણીમાં ગાવા જતા. ગોપાલ સાધુએ આપબળે પોતાની ગાયિકી દ્વારા સંગીત ક્ષેત્રે નામના મેળવી, ગોપાલ સાધુના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી પણ આજે તેમણે ગાયિકી ક્ષેત્રે લોકપ્રિયતા મેળવીને નામના અને સંપત્તિ પણ પ્રાપ્ત કરી છે.
તમને જણાવી દઈએ કે ગોપાલ સાધુએ લક્ષમણ બારોટ, માયાભાઇ આહીર, કિર્તીદાન ગઢવી સહીત અન્ય લોકપ્રિય કલાકારો સાથે સંગીતની રમઝટ બોલાવી છે. ગોપાલ સાધુનું મુજે દિલ કી બીમારી હૈ ગીત બહુ જ લોકપ્રિય થયેલું. હાલમાં તો સૌ કોઈ ગોપાલ સાધુને નવી કાર ખરીદવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે અને ચારો તરફ ગોપાલ સાધુની આ ઉપલબ્ધિનીચર્ચાઓ થઇ રહી છે
View this post on Instagram