બૉલીવુડ ની આ સાસુ-વહુઓ ની જોડી ને સાસુ વહુ નો સંબંધ જરા પણ પસંદ નથી જે વાત સામે આવી તે જાણી દંગ રહી જશે,
આપણા સમાજમાં ખાસ કરીને સાસુ અને વહુના ઝઘડાઓ જગ પ્રખ્યાત જોવા મળતા હોય છે એટલે કે એક ઘરમાં સાસુ અને વહુ નું બંનેનું સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ પડતું હોય છે. આપણા ભારતમાં કેટલીક એવી પારિવારિક સિરીયલો પણ આવે છે કે જેમાં સાસુ અને વહુના ઝઘડા બતાવવામાં આવતા હોય છે પરંતુ બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જેને આ વાતને ખોટી પાડી દીધી છે અને કેટલીક અભિનેત્રીઓ પોતાની સાસુની સાથે એક મિત્રની જેમ વર્તન કરે છે.
તો સાસુ તરફથી પણ અભિનેત્રીઓને ખૂબ જ પ્રેમ આપવામાં આવે છે તો ચાલો વાત કરીએ. શર્મિલા ટાગોર અને તેની પુત્રવધુ કરીના કપૂર ખાન. શર્મિલા ટાગોર અને તેની પુત્ર વધુ કરીના કપૂર ખાન વચ્ચે એક અનોખો સંબંધ છે. બંને એકબીજાની સાથે હળી મળીને રહેતા જોવા મળે છે. જાણવા મળ્યું કે કરીના કપૂર ખાન તેની સાસુને શર્મિલા ને અમ્મી કહીને બોલાવે છે. એશ્વર્યા રાય અને જયા બચ્ચનનો સંબંધ તો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ દેખાતો હોય છે.
બંને એકબીજાને ક્યારેય છોડતા નથી. જાણવા મળ્યું કે જયા બચ્ચનને જો કોઈ પણ ઇવેન્ટમાં જવું હોય તો તે તેની પુત્ર વધુ ઐશ્વર્યા રાય બચ્ચન વિના જતી પણ નથી અને બંને વચ્ચેનો પ્રેમ પણ ખૂબ જ વધારે પડતો જોવા મળે છે. સાસુ વૈશાલી દેશમુખ જેનેલિયા ડીસોઝા માટે એક માતા સાબિત થઈ જેમણે માત્ર મુશ્કેલી સમયમાં તેમનો સાથ આપ્યો જ નહીં પરંતુ તેમના સાસરિયાના ઘરમાં ક્યારેય એકલતા અનુભવવા ના દીધી.
તાજેતરમાં જેના લગ્ન થયા તે જોડી છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં એક પુત્રીના માતા પિતા બની ગયા છે પરંતુ આલિયા ભટ્ટ અને તેની સાસુ નીતુ કપૂર વચ્ચે ખૂબ જ અનોખો સંબંધ જોવા મળે છે. નીતુ કપૂર તેની પુત્રવધુ આલિયા ભટ્ટને એક દીકરીની જેમ જ સાચવતી જોવા મળે છે. જે બંનેના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ફોટા વાયરલ થતા હોય છે.
વાત કરી અભિનેત્રી સોનમ કપૂર અને તેની સાસુની જાણવા મળ્યું કે સોનમ કપૂર અને તેની સાસુ ભાગ્યે જ સાથે જોવા મળતા હોય છે. પરંતુ એનો મતલબ એમ નથી કે તે બંને વચ્ચે અણબનાવ જોવા મળે છે પરંતુ સોનમ કપૂર પણ તેની સાસુની સાથે ખૂબ જ ફ્રેન્ડલી જોવા મળતી હોય છે. આમ આ જોડીઓ એવી છે કે જેને સાસુ અને વહુ ની વ્યાખ્યાઓને જ બદલી નાખેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!