દિશા વાકાણી નું શો ને છોડવાનું કારણ છે આ વ્યક્તિ ! એ વ્યક્તિ કે જે તમે ક્યારેય સપના માં પણ નહીં વિચાર્યું હોય,,
વર્ષ 2008માં આપણા ભારતમાં એક કોમેડી સિરિયલ શરૂ થઈ હતી. તે સીરીયલ નું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ સીરીયલ ને 14 વર્ષ થયા. પરંતુ આજે પણ લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડે છે. જ્યારે સીરીયલ શરૂ થઈ હતી ત્યારે સીરીયલમાં જે કલાકારો અભિનય કરતા હતા તેમાંના ઘણા બધા કલાકારો એવા છે કે જેને સૌને અલવિદા કહી દીધું છે. એવા એક કલાકારની આજે અમે તમને વાત કરીશું.
જેઠાલાલ ના પત્નીનું પાત્ર ભજવનાર કલાકાર એટલે દિશા વાકાણી. જે શોમાં દયાબેન ના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી દયાબેનના પાત્રને લઈને ટીવી શોમાં અસમંજસ ભરી સ્થિતિ જોવા મળે છે. સમાચારોમાં ક્યારેક દયાબેનના સ્થાને નવા દયા બહેનને એન્ટ્રી થશે તેવું સાંભળવા મળે છે. તો ક્યારેક જૂના દયા બહેનને ફરી પાછા લાવવામાં આવશે તેવું સાંભળવા મળે છે.
દયા બહેનના લગ્ન મયુર પંડ્યા નામના વ્યક્તિ સાથે થયા. તેમના પતિ મયુર પંડયા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું કામ કરે છે. જ્યારથી દયાબેન ના લગ્ન થયા ત્યારથી તેઓએ શોને અલવિદા કહી દીધું છે. જાણવા મળ્યું કે દિશા વાકાણી પોતાના ઘર પરિવારમાં એટલા બધા બીઝી થઈ ગયા છે કે જે હવે સિરિયલમાં લગભગ પરત ફરી શકવાના નથી. એવામાં સો ના નિર્માતા દિશા વાકાણીને ફરી પાછા લાવવાનું વિચારી રહ્યા છે.
આ બાબતે સો ના નિર્માતા એ દિશા વાકાણી ને બદલે તેના પતિ સાથે વાત કરી હોવાનું બહાર આવ્યું છે. દિશા વાકાણી ની વાત કરવામાં આવે તો દિશા વાકાણી ટીવી સિરિયલ માં કામ મૂક્યા પછી પણ તે કરોડોની સંપત્તિના માલિક છે. દિશા વાકાણી નું શો છોડવાનું કારણ તેમના પતિ માનવામાં આવે છે. કારણ કે લગ્ન પછી જ દિશા વાકાણી એ સો છોડી દીધો છે. હાલમાં દિશા વાકાણી તેમના પરિવારમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયેલા જોવા મળે છે અને તેમને એક બાળક પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!