રાજકોટનું આ રામવન તમને રામાયણની યાદ અપાવી દેશે ! 47 એકરની વિશાળ જગ્યામાં શ્રીરામના જુદા જુદા પ્રસંગોથી લઈ…જુઓ તસ્વીરો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. એક સમયે રાજકોટ કાઠીયાવાડી રાજધાની હતી અને આજના સમયમાં રાજકોટ રંગીલું શહેર તરીકે ઓળખાય છે, ત્યારે આ શહેરમાં પર્યટકોને આકર્ષતા અનેક સ્થળો આવેલા છે. ત્યારે આજે અમે આપને રાજકોટમાં આવેલ એક અનોખા સ્થાન વિશે જણાવશું.
તમને જણાવીએ તો ભગવાન શ્રી રામની અનુભૂતિ કરાવતું રામવન કે જે રાજકોટમાં આવેલું છે જ્યાં તમેં આનંદદાયક ની સાથે આધ્યાત્મિક અનુભવ કરી શકશો. હાલમાં આ વનનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક 47 એકર વિશાળ જગ્યા પર ‘રામવન’ નિર્માણ થયું છે ખાસ વાત એ કે, આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર મુકવામાં આવેલ છે
તેમજ ભગવાન શ્રીરામે કરેલ વનવાસની અનુભુતી કરી શકો છો અને આ વનમાં 55 હજાર વૃક્ષની હરિયાળીથી રમણીય લાગશે. તેમજ આ વનમાં રામ વનમાં સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબિશન એરિયા માટે પ્લેટફોર્મ, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ અને આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ વન બનાવવા પાછળનો હેતુ જણાવીએ તો , લોકો ભગવાન શ્રીરામ 14 વર્ષ માટે વનમાં રહી વનવાસ વેઠ્યો હતો. જેથી રામવનમાં ભગવાને જંગલમાં વિતાવેલાં 14 વર્ષ સહિત તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને જીવંત રૂપ નજર સમક્ષ નિહાળી શકાય છે. આ રામવનનો મુખ્ય પ્રવેશ દ્વાર ધનુષબાણનો છે
તેમજ ભગવાન શ્રીરામની મૂર્તિ, ભગવાને વનમાં વિતાવેલા અલગ અલગ પ્રસંગોના 22 જેટલાં સ્કલ્પ્ચર મુકવામાં આવેલા છે.તેમજ આ વનમાં ઇલેક્ટ્રિક કાર પણ છે જેમાં તમે બેસી સફર માણી શકો છો. રાજકોટના મેયરશ્રી જણાવેલ કે રામવન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગે છે. તેમજ ગુજરાતનાં દરેક લોકો આ સ્થાનની મુલાકાત લઈ.ખાસ વાત એ છે કે, રામવનમાં પર્યટકો વનમાં હોય એવી અનુભૂતિ કરી શકાય છે.