આ સ્કૂટી વાળો તો જબરો છે ! બેસવાની જગ્યા પર સામાન મુક્યો અને તે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અવનવા ફની વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે. જ્યાં આપણને રોજબરોજ અવનવા વિડીયો મળી રહે છે. જેમાં ફની, જંગલી પ્રાણીઓ ની મસ્તી કે પછી લગ્ન માં ફની ડાન્સ જેવા અનેક વિડીયો જોવા મળે છે. લોકો ને વિડીયો બનાવવાના શોખ પણ ગજબ ના હોય છે. એવા એવા વિડીયો બનાવતા હોય કે જાણે તેને મોટું ઇનામ મળી જશે.
ક્યારેક ક્યારેક લોકો વિડીયો બનાવના ચક્કર માં પોતાનો જીવ પણ જોખમ માં મૂકી દેતા હોય છે. એવો જ એક વિડીયો હાલ લોકો ખુબ જ જોઈ રહ્યા છે. આ વિડીયો ખુબ જ ફની છે. અને યુવક ની જાન નો જોખમ પણ છે. એક યુવક પોતાની સ્કૂટી ગાડી માં એટલો બધો સમાન ભરી ને ચલાવે છે કે જો જરા પણ બેલેન્સ બગડીયું તો તો તે યુવક ને મોટું નુકશાન ભોગવવાનો વારો આવશે.
વિડીયો માં જોઈ શકાય છે કે, એક યુવક પોતાની ગાડી લઇ ને રસ્તા પર જાય છે. તેની ગાડી માં એટલો બધો સમાન ભર્યો છે કે યુવક ગાડિ પર સરખો બેઠી પણ શકતો નથી. ગાડી ના આગળ ના ભાગે ગાડી પર બેસવાની જગ્યા પર નકરો સામાન જ ભર્યો છે. અને યુવક ગાડી ના સાવ છેડે બેસીને હાથ લાંબા કરીને ગાડી ચલાવે છે. જો એમાં સહેજ પણ બેલેન્સ બગડ્યું એટલે યુવક નું પૂરું. જુઓ વિડીયો.
Sachin Tendulkar carrying Indian ODI team in the 90s pic.twitter.com/AU7RqwyHjh
— Rajabets India🇮🇳👑 (@smileandraja) June 21, 2022
આ વિડીયો અત્યાર સુધીમાં ચાર લાખ થી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. અને ફની વિડીયો જોઈ ને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિ ને કોમેન્ટ કરતા લખ્યું કે ” ખતરો કે ખેલાડી ” એવી ફની ફની કોમેન્ટો આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. `