આ યુવકે તળાવની ઉપર બનાવ્યું બાંબુનું અનોખું ઘર ! ખાસિયતો જાણી કરશો ખુબજ વખાણ…જુઓ અંદરનો નજારો
દરેક વ્યક્તિને પોતાના સ્વપ્નનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે, ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ થી રુબરુ કરાવીશું જેને આપમેળે ખૂબ જ આલીશાન અને અનોખું ઘર બનાવ્યું છે. આ ઘર ઈંટો કે પથ્થર થી નથી બનાવવામાં આવ્યું પરતું આ ઘર વાંસના બાબુ થી બનાવેલ છે. ખાસ વાત તો એ છે કે આ આખું ઘર એક તળાવની ઉપર છે. આ વાત સાંભળીને જ કલ્પના થવા લાગે કે આવું કંઈ રિતે શક્ય છે.
ચાલો આ સ્વપ્નના ઘર ને હકીકત બનતા જોઈએ. આ વાત છે આજથી 13 વર્ષ પહેલાંની જ્યારે કેરળના વાયનાડ જિલ્લાના બાબુરાજે પોતાની આંખોમાં વાંસનું ઘર બનાવવાનું સપનું રોપ્યું હતું. દરેક સ્વપન હકીકત બને એ જરૂરી નથી. તે પહેલે થી જ ઇકો-ફ્રેન્ડલી જીવન જીવવા માટે ઇકો-ફ્રેન્ડલી ઘરમાં રહેવા માગતા હતા. આજે વાંસનું બનેલું ઘર તળાવની ઉપર છે.
દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. પર્યાવરણ પ્રેમી બાબુરાજને સમજાયું કે કોંક્રીટના મકાનો જરા પણ ટકાઉ નથી. તેમણે ટકાઉ જીવનશૈલી અપનાવવાનું નક્કી કર્યું. બેંગલુરુ ઉરાવુ નામની સંસ્થા સાથે પણ જોડાયેલા હતા. આ સંસ્થા વાંસમાંથી બનેલા ઘરો અને ઉત્પાદનો પર પણ કામ કરે છે.
2007 માં તેમણે વાયનાડના થ્રીકાઈપટ્ટા ગામમાં 3000 ચોરસ ફૂટનું ઘર બનાવ્યું. કેરળના આ ગામને રાજ્ય સરકાર દ્વારા ‘બામ્બૂ હેરિટેજ વિલેજ’ નામ પણ આપવામાં આવ્યું છે., તેમના એક ડિઝાઇનર મિત્ર, અનીશની મદદથી, બાબુરાજે વાંસનું ઘર બનાવેલું.માત્ર 29 લાખમાં બનેલો બાબુરાજનો આ બામ્બૂ વિલા ગામનો સૌથી સુંદર હોમસ્ટે છે.
બાબુરાજે આ ઘર વાંસની મજબૂતીકરણની તકનીકનો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઘર બનાવવા માટે તેઓએ લગભગ 90 ટકા વાંસ જાતે જ ઉગાડ્યા છે. જ્યારે બાબુરાજે ઘર બનાવવા માટે જમીન ખરીદી ત્યારે તેમને ખબર પડી કે તે ખેતી માટે ફળદ્રુપ જમીન છે. તેથી તેમણે પહેલા ત્યાં તળાવ બનાવવાનું વિચાર્યું, ત્યારબાદ તળાવની ઉપર ઘર બનાવ્યું.
તળાવની ઉપર બનેલું આ પિરામિડ આકારનું ઘર લાંબું નહીં ચાલે, પરંતુ આજે લોકો આ ઘરની સુંદરતા જોવા આવે છે. બાબુરાજને પણ માછલી ઉછેરનો શોખ છે, તેથી તેમણે તળાવમાં વિવિધ પ્રકારની માછલીઓ પણ રાખી છે.ખરેખર આ ઘર આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.