Viral video

આ યુવાને રામદેવપીરનું ભજન ગાયું “Jamal Kudu” ના અંદાજમાં! સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ….. જુઓ વિડીયો

Spread the love

વર્ષ 2023માં એનિમલ ફિલ્મ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું અને ખાસ કરીને બોબી દેઓલનું એન્ટ્રી સોન્ગ લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. આ સોન્ગ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યું હતું. આપણે જાણીએ છે કે, આજના સમયમાં યુવાનોને પોતાની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે વધુ રુચિ જોવા મળી રહી છે. આનું એક ઉદાહરણ છે ગુજરાતમાં વાયરલ થયેલો એક વિડીયો. આ વિડીયોમાં એક યુવાન રામદેવપીરનું ભજન ગાઈ રહ્યો છે, જેનો સુર 2023માં આવેલી ફિલ્મ “એનિમલ” ના બોબી દેઓલની એન્ટ્રી સોન્ગ “Jamal Kudu” પર આધારિત છે.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, ગામના મંદિર પાસે એક યુવાન હાર્મોનિય વગાડતા તે ગાઈ રહ્યો છે કે, “રણુજાના રાજા મારા રામદેવપીર વિરમદેવનાભાઈ…બેની સગુણાના વીર… જાજી ખમ્મા તમને પીર જાજી ખમ્મા… ” આ ભજનનો સુર “Jamal Kudu” ના સોન્ગનો છે, જેથી ભજન સાંભળતી વખતે તમને ઓરીજનલ જમાલ કુડુ સોન્ગ યાદ આવી જશે.

આ વિડીયો આજના વેસ્ટર્ન ક્લચરને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે. આનાથી યુવાનો પણ પોતાના ગમતા મ્યુઝિકના બહાને ભજન-ભક્તિમાં પણ રુચિ આવી શકે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vijaysinh Parmar (@viju_parmar)

આ વિડીયોની સફળતા આપણને એ વાતની યાદ અપાવે છે કે, આપણી સંસ્કૃતિ અને ધર્મને યુવાનો સુધી પહોંચાડવા માટે આપણે નવીન રીતો અપનાવવાની જરૂર છે. આપણે આપણી સંસ્કૃતિને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ તેને તેની મૂળતાથી અલગ ન કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *