Gujarat

સોશિયલ મીડિયા મારફતે સગીર યુવતી એ કહ્યું કે હિંમત હોય તો શેરી માં આવ શેરી માં પગ મુકતા થઇ ગઈ હત્યા ધ્રુજાવતી ઘટના.

Spread the love

આજકાલના યુવાનોમાં સોશિયલ મીડિયાનો ખૂબ જ ક્રેસ વધી ગયો છે. સોશિયલ મીડિયા થકી આજના યુવાનો ખૂબ અને ખૂબ ફેમસ થવા માંગતા હોય છે. સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો અને અવનવી રીલ્સ બનાવીને શેર કરતા હોય છે અને અવનવી રીલ્સ બનાવીને પોતાના મેમ્બર્સમાં વધારો કરવા માંગતા હોય છે. આજકાલના યુવાનો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા ઉપર પસાર કરતા હોય છે.

પરંતુ શું તમને ખબર છે દિલ્હીને એક ઘટના સામે આવી છે જેમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં એક યુવતીએ બે યુવાનોની હત્યા કરાવી નાખી હતી. તેના ભાઈ સાથે મળીને બે યુવાનોની હત્યા કરી કરાવી નાખી હતી. આ ઘટના વધુ વિગતે જાણીએ તો આ ઘટના બુધવારના રોજ મોડી રાત્રે દિલ્હી બહાર બની હતી. જેમાં સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રહેલા એક યુવતી અને એક યુવક સાથે આ ઘટના બની હતી.

જેમાં એક યુવતી એ સોશિયલ મીડિયા મારફતે બે મિત્રોને ચેલેન્જ આપી હતી કે તમારામાં હિંમત હોય તો શેરીમાં આવીને બતાવો. જ્યારે બંને મિત્રો તે છોકરીને શેરીમાં આવ્યા હતા ત્યારે છોકરીના ભાઈ અને છોકરીના મિત્રોએ તેની તીક્ષણા હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જેમાં ગાઝીયાબાદના નિખિલ 28 વર્ષ અને દિલ્હીના સાહિલ પાંડે 18 વર્ષની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટના બહાર આવતા પોલીસે છોકરી સહિત બે ની ધરપકડ કરી હતી. મૃતક નિખિલ દિલ્હી માં ઓટો ચલાવતો હતો અને સાહિલ માર્કેટમાં કામ કરતો હતો. સાહિલના ઘરથી થોડીક જ દૂર 16 વર્ષની છોકરી રહેતી હતી. જે બંને સોશિયલ મીડિયા મારફત મિત્રો બન્યા હતા. બાદ માં બંને વચ્ચે ફોલોઅર્સ વધારવાની કોમ્પિટિશન ખૂબ જામી હતી.

અને એક સમયે છોકરીએ રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા મૃતક બંને મિત્રોએ તેના ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ ખૂબ જ આ વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ યુવતીએ બંનેને શેરી માં આવવા કહીને બંનેની હત્યા કરાવી નાખી હતી. આમ સમગ્ર ઘટના સામે આવી હતી. આમ સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મોત નું સાધન પણ બની ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *